ભાવનગર લોકસભા બેઠક પર ૧૦ ઉમેદવારો વચ્ચે ખેલાશે ચૂંટણી જંગ

1245

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ના અનુસંધાને ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે ફોર્મ ચકાસણી બાદ કુલ ૧૪ ઉમેદવારોનાં ફોર્મ માન્ય રહ્યા હતાં. જેમાંથી ચાર ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પરત ખેંચતા હવે કુલ ૧૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણી માટે મતદાન યોજાશે. આજે જાહેર થયેલી અંતિમ યાદી અનુસાર સંજય મગનભાઈ મકવાણા, અનિરુદ્ધસિંહ હમીરસિંહ ઝાલા, ચંદુભાઈ શામજીભાઈ ડાભી તેમજ બાબુલાલ વાલજીભાઈ મારુ- એ ચારેય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા, હવે મનહરભાઈ નાગજીભાઈ પટેલ(વસાણી)-ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ, ડૉ. ભારતીબેન ધીરુભાઈ શિયાળ-ભારતીય જનતા પાર્ટી, વિજયકુમાર રામાભાઈ માકડીયા-બહુજન સમાજ પાર્ટી, ધરમશીભાઈ રામજીભાઈ ઢાપા-વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, રામદેવસિંહ ભરતસિંહ ઝાલા-જનસંઘર્ષ વિરાટ પાર્ટી, ભરતભાઈ કાનજીભાઈ સોંદરવા-સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, અજયકુમાર રામરતનસિંહ ચૌહાણ(અમિત ચૌહાણ)-અપક્ષ, ચંપાબેન ઝવેરભાઈ ચૌહાણ-અપક્ષ, સાગરભાઈ ભૂરાભાઈ સીતાપરા-અપક્ષ, હરેશભાઈ બાબુભાઈ વેગડ-અપક્ષ – એ ૧૦ ઉમેદવારો વચ્ચે આગામી તા. ૨૩/૪/૨૦૧૯ના રોજ ચૂંટણી માટે મતદાન યોજાશે
ભાવનગર લોકસભા બેઠક ઉપર ચાર ઉમેદવારોએ ફોૃમ પરત ખેંચતા હવે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. ભાવનગર બેઠક પરથી હવે કુલ ૧૦ ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં રહ્યા છે. ત્યારે હવે રાજકીય પક્ષો અને અપક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ કરવામાં આવશે જો કે દરેક ઉમેદવારને પ્રચાર કરવા માટે હવે માત્ર ૧૪ દિવસનો જ સમય રહ્યો હોય પ્રચારમાં વેગ જોવા મળશે.

Previous articleપ્રોહીબીશનના ગુન્હાનાં ફરાર આરોપીને ઝડપી લેતી બોટાદ-રાણપુરની પોલીસ
Next articleઅક્ષયકુમાર કરણ કાપડિયાના બ્લેન્ક માટે એક ખાસ ગીત શૂટ કર્યું!