રાજ્યમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ, પારો ૪૨ડીગ્રીથી વધુ

708

અમદાવાદ શહેરમાં તીવ્ર ગરમીનું મોજુ આજે અકબંધ રહ્યું હતું. અમદાવાદ શહેરમાં આજે મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સુધી રહ્યું હતું. અમદાવાદ ઉપરાંત અમરેલી અને સુરેન્દ્રનગરમાં પણ પારો ૪૨થી ઉપર રહ્યો હતો. ડિસામાં પણ પારો ૪૨ રહ્યો હતો. બીજી બાજુ હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે, કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ છાંટા પડી શકે છે જેમાં બનાસકાંઠાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, રાજકોટ, અમરેલી અને જુનાગઢમાં પણ હળવા વરસાદી છાંટા પડી શકે છે. હિટવેવની કોઇ ચેતવણી જારી કરાઈ નથી. રાજ્યમાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. અમદાવાદ શહેરમાં લોકો ગરમીના કારણે હવે પરેશાન થયેલા છે. હાલમાં વધતા તાપમાની વચ્ચે પાણીથી ફેલાતી બિમારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન આવતીકાલે ૪૨ ડિગ્રી સુધી પહોંચી શકે છે. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવાની જરૂરિયાત દેખાઈ રહી છે. આગ ઓકતી ગરમીના પરિણામ સ્વરુપે જનજીવન ઉપર અસર થઇ હતી. બપોરના ગાળામાં રસ્તા સુમસામ દેખાયા હતા. આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર નહીં થવાની સંભાવના છે. ગરમીથી આવતીકાલે પણ કોઇ રાહત નહીં મળે તેવી શક્યતા દેખાઇ રહી છે.  હવામાન વિભાગનું કહેવું છે કે, ઉંચા તાપમાનમાં સામાન્યરીતે કોઇ નુકસાન થઇ શકે તેમ નથી પરંતુ નવજાત શિશુ, મોટી વયના લોકોને ક્રોનિક રોગ થવાની શક્યતા રહેલી છે. તીવ્ર ગરમીને ટાળવાના પ્રયાસ થવા જોઇએ. હળવા વસ્ત્રો પહેરવા જોઇએ જેમાં લાઇટ કલરના કોટનના વસ્ત્રો ઉપયોગી રહે છે. તીવ્ર ગરમીના પરિણામસ્વરૂપે જનજીવન ઉપર પણ પ્રતિકુળ અસર થઈ રહી છે. બપોરના ગાળામાં લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

રસ્તાઓ સુમસામ થઈ ગયા છે. આજે પણ બપોરના ગાળામાં તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. ગરમીના પ્રમાણમાં હાલમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં લોકોને વધુ ગરમીનો અનુભવનો સામનો કરવો પડી શકે છે. લોકો ઘરમાંથી બહાર નિકળવાનું ટાળતા નજરે પડ્યા હતા જેથી બપોરના ગાળામાં મોટાભાગના રસ્તા સુમસામ બન્યા હતા.

Previous articleકોંગ્રેસ ગરીબોના મોઢાનો કોળીયો છીનવી ચૂંટણી લડી રહી છેઃ મોદી
Next articleહવે ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી બુક એક સમાન હશે