પાલીતાણાના દુષ્કર્મી શિક્ષકને આકરી સજા કરવાની માંગણી

942

ભાવનગર જિલ્લાના સમસ્ત શિક્ષણ જગતને કલંકિત કરનાર ધો.૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર દુષ્કર્મ કરનાર શિક્ષકની ધરપકડ થતાં પાલીતાણા સમસ્ત હિન્દુ-મુસ્લીમ સમાજના દરેક સમાજના અગ્રણીઓ, પાલીતાણાની વિવિધ સંસ્થાઓનાં પ્રમુખશ્રીઓએ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી પીડીયાના બનાવ અંગે ઉચ્ચકક્ષા એ થી તટસ્થ કાયદેસરની કાર્યવાહી કરી આકરી સજા કરવા પાલીતાણા પ્રાંત અધિકારીને આવેદનપત્રો આપી ઉગ્ર રજુઆત કરેલ છે અને આ ઘટનાના સમસ્ત સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે. સર્વત્ર દુષ્કર્મ આચરનાર શિક્ષક પર ફિટકારની લાગણી વરસી છે. મળતી વિગત મુજબ તા.૦૨-૪-૧૯ના રોજ પાલીતાણા મેઇન બજારમાં આવેલી સરકારી કન્યાશાળામાં ધો.૮માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને શાળામોં ફરજ બજાવતા શિક્ષકએ અગાસી સાફ કરવાના બહાને ઉપર મોકલી એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યું હોવાની ફરીયાદ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં વાલીએ નોંધાવી છે અને આ શિક્ષક નાસી છૂટેલ હતો. જેની પોલીસે ધરપકડ કરતા આ મુદ્દો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન રહેવા પામ્યો છે અને આવા બનાવો ભવિષ્યમાં ન બને અને આ શિક્ષક સામે સખ્ત ધોરણસરની કાર્યવાહીઓ કરવાની ઉગ્ર માંગ સાથે આવેદન પત્રો આપેલ છે. જેમાં પાલીતાણા વિશ્વ હિન્દુ પરીષદના પ્રમુખ કીરીટભાઇ લકુમ, પાલીતાણા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા પ્રવિણભાઇ ગઢવી, પાલીતાણા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઇ પંડ્યા, પાલીતાણા સિપાઇ સમાજના પ્રમુખ કાદરભાઇ સૈયદ, પાલીતાણા તંત્રી સંઘના પ્રમુખ ગીરવાનસિંહ સરવૈયા, કાળુભાઇ પઠાન, જુમા મસ્જીદ ટ્રસ્ટ કમીટીના પ્રમુખ સૈયદ હાજી અબ્દુલ રજાકભાઇ, આરબ જુમાતના પ્રમુખ કરીમભાઇ બામેલમ તેમજ મેમણ જુમાત, વોરા જુમાતનાં અબ્બાસભાઇ, ખોજા જુમાતના પ્રમુખ હસનભાઇ ખૂંટ, જેસીઆઇ સંસ્થાના પ્રમુખ વિક્રમભાઇ જોગરાણા, કોંગ્રેસ શહેર પ્રમુખ કરણશંગ મોરી, કેતનભાઇ મકવાણા અને અગ્રણીઓ એ ઉચ્ચકક્ષાની રજુઆત અંગે પ્રાંત અધિકારીને આવેદન પત્રો આજરોજ આપેલ છે. વિશેષ વિગતો મુજબ આ દુષ્કર્મના તહોમતદાર શિક્ષક વિજય શામજીભાઇ ચભાડીયાને પાંચ દિવસના કોર્ટે વિશેષ તપાસ માટે રીમાંડ મંજુર કરેલ છે.

Previous articleસાળંગપુર મંદિરે હનુમાન જયંતિની ઉજવણી કરાશે
Next articleધંધુકામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણી સભામાં કોંગ્રેસ પર પ્રહારો કર્યા