ભારતીય મેચોનો કાર્યક્રમ

658

ભારતીય ક્રિકેટ ટીમ પાંચમી જૂનના દિવસે રમીને વર્લ્ડકપની શરૂઆત કરશે. ૩૦મી મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઇ રહેલા વર્લ્ડકપ માટે આજે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. ટીમમાં ધારણા પ્રમાણે જ ઋષભ પંતને સામેલ કરવામાં આવ્યો નથી. ઋષભ પંતની જગ્યાએ ટીમમાં બીજા વિકેટકીપર તરીકે દિનેશ કાર્તિકને સામેલ કરવામાં આવ્યો છે.ભારતીય ટીમની મેચોનો કાર્યક્રમ નીચે મુજબ છે.

  • ૫મી જૂન : રોજબાઉલમાં દક્ષિણ આફ્રિકા સામે (બપોરે-૩)
  • ૯મી જૂન : ઓવેલમાં ઓસ્ટ્રેલિયા સામે (બપોરે-૩)
  • ૧૩મી જૂન : ટેન્ટબ્રિજમાં ન્યુઝીલેન્ડ સામે (બપોરે-૩)
  • ૧૬મી જૂન : ઓલ્ડટ્રેફર્ડમાં પાકિસ્તાન સામે (બપોરે-૩)
  • ૨૨મી જૂન : રોજબાઉલમાં અફઘાનિસ્તાન સામે (બપોરે-૩)
  • ૨૭મી જૂન : ઓલ્ડટ્રેફર્ડમાં વિન્ડિઝ સામે (બપોરે-૩)
  • ૩૦મી જૂન : એજબેસ્ટનમાં ઇંગ્લેન્ડ સામે (બપોરે-૩)
  • બીજી જુલાઈ : એજબેસ્ટનમાં બાંગ્લાદેશ સામે (બપોરે-૩)
  • ૬ઠ્ઠી જુલાઈ : હેડિંગ્લેમાં શ્રીલંકા સામે (બપોરે-૩)
Previous articleરાજસ્થાન રોયલ્સ આજે કિંગ્સ ઈલેવન પંજાબની સામે ટકરાશે
Next articleવર્લ્ડકપ ૨૦૧૯ : ભારતીય ક્રિકેટ ટીમમાં કાર્તિક, વિજયને તક મળી