રાજુલા ખાતે રામનવમી અને સ્વાામીનારાયણ જન્મ જયંતિ નિમિત્તે પ્રથમ શોભાયાત્રા નિકળી

690

રાજુલા ખાતે વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા સૌ પ્રથમ ભગવાન રામની શોભાયાત્રાનું આયોજન થયું જેમાં હજારોની સંખ્યા માનવ મેહરામણ ઉભરાયેલ.

રાજુલા ખાતે વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા ભગવાન રામની તેમજ ભગવાન સ્વામીનારાયણની જન્મ જયંતિ મહાપર્વ નિમિત્તે સર્વ પ્રથમ શોભાયાત્રાનું આયોજન સ્વામી હરીનંદન સ્વામી જુના સ્વામીનારાયણ મંદીરની પ્રેરણાથી અશ્વિનભાઇ ખુમાણ, બીપીનભાઇ વેગડા, બંસીભાઇ બારોટની જહેમતથી રાજુલા ભેરાઇ રોડથી રાજુલા શહેરના મુખ્ય રાજ માર્ગોથી વિધ વિધ પ્લોટો રાસ મંડળી ભજન કીર્તન સાથે મહા આકર્ષણ જગાવ્યું હતું અને જલારામ મંદિર ખાતે પૂર્ણ જાહેર કરેલ જેમાં વિસરાઇ જતી મૂળ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા ગ્રામ્ય વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં ધર્મપ્રેમી જનતાનો માનવ મહેરામણ ઉભરાયો હતો. જેમાં વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા આચાર સંહિતાને ધ્યાને રાખીને શોભાયાત્રાનું આયોજન કરેલ જેમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલ હતો. જેમાં પૂર્વ સંસદીય સચીવ હિરાભાઇ સોલંકી, અશ્વિનભાઇ ખુમાણ, બીપીનભાઇ વેગડા, જીજ્ઞેશભાઇ પટેલ યાર્ડ ચેરમેન, બાબુભાઇ રામ પ્રતાપભાઇ બેપારીયા, તખુભાઇ ધાખડા, વિરભદ્રભાઇ ડાભીયા, કમલેશભાઇ મકવાણા, બાબુભાઇ જાલોધરા આહીર સમાજ અગ્રણી, રણછોડભાઇ મકવાણા, છત્રજીતભાઇ ઘાખડા, બાલાભાઇ નગરપાલિકા દ્વારા રૂદ્રગણ કમીટીના તમામ સભ્યો જીલુભાઇ બારૈયા, ભોળાભાઇ લાડુમોર, તાલુકા ભાજપ પ્રમુખ મયુરભાઇ દેવ, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઇ ઘાખડા, સાગરભાઇ સરવૈયા સહિતના આગેવાનો ભગવાન રામની પ્રથમ શોભાયાત્રામાં જોડાયા હતા. વિધ વિધ ફ્લોટો સાથે દોઢ કિ.મી.ની શોભાયાત્રાના દર્શને ગ્રામ્ય વિસ્તારોના લોકોનો માનવ મહેરામણ વિસરાઇ જતી હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરી હતી.

Previous articleમતદાનનાં દિવસે કર્મચારીઓને સવેતન રજા આપવા હુકમ કરતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
Next articleપ્રજ્ઞાલોકની જ્ઞાન ગંગોત્રી