ભાવ. ડિવીઝન ખાતે ૬૪મો રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહ યોજાયો

724

ભાવનગર ડીવીઝન ખાતે ૬૪મો રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહ આજે રેલ્વે કોમ્યુનીટી હોલ ભાવનગર પરા ખાતે ડીઆરએમ રૂપા શ્રીનીવાસનના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં કર્મચારીઓને રોકડ પુરસ્કાર અને શિલ્ડ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.

૬૪માં રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં અલગ અલગ વિભાગોમાંથી કુલ ૨૨૩ ઇનામો અપાયા જેવાં ડીવીઝન કક્ષાએ ૮ શિલ્ડ અપાયા, ૧૪ સમૂહ એવોર્ડ, ૭૪ કર્મચારીઓને વ્યક્તિગત રૂપે યોગ્યતા પ્રમાણપત્ર, ૩૨ કર્મચારીઓને વ્યક્તિગત રોકડ ઇનામ તેમજ ૧૦૩ કર્મચારીઓને રોક્ડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

રેલ્વે સપ્તાહ – ૨૦૧૯ દરમ્યાન પશ્ચિમ રેલ્વેના મુખ્ય કાર્યાલય દ્વારા જનરલ મેનેજર સ્તરે ૧૨ એપ્રિલે ભાવનગર ડીવીઝનનાં જે ૩ અધિકારીઓ અને ૧૦ કર્મચારીઓને વ્યક્તિગત એવોર્ડથી સન્માનીત કરાયા હતા. તેમને પણ ડીઆરએમ દ્વારા સ્ટેજ પર બોલાવી સન્માન કર્યું હતું.

આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારનાં સભ્યોએ તેમની કલાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. વેલફેર ટીમ દ્વારા સહાયક અધિકારી જે.એચ.પડાયાનાં નેતૃત્વમાં સંપૂર્ણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે ડીઆરએમ રૂપા શ્રીનિવાસને પ્રાસંગિક પ્રવચનમાં ૬૪માં રેલ સપ્તાહ નિમિત્તે શુભેચ્છા પાઠવવા સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પણ અભિનંદન આપ્યા હતા. જ્યારે વેલ્ફેર ઇન્સપેક્ટ શૈલેષભાઇ પરમારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કર્મચારીઓ, પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Previous articleરાજુલા કેમીસ્ટ એસોસીએશનનાં મંત્રી બીપીનભાઇ લહેરીનો વિદાય સમારોહ
Next articleસિહોરમાં ઉનાળામાં પ્રારંભથી જ પાણીનો કકળાટ