જાફરાબાદમાં રામલલ્લાની ભવ્યતાથી શોભાયાત્રા નીકળી

453

જાફરાબાદ ખાતે ભગવાન રામલલ્લાની જન્મ જયંતિ પૂર્વે જાફરાબાદ શહેર જાણે અયોધ્યા નગરી જેવો માહોલ સર્જાયો પૂર્વ સંસદીય સચીવ હિરાભાઇ સોલંકીના નેત્રત્વમાં વિશાળ સંખ્યામાં શહેર અને તાલુકાની જનતાએ જિલ્લા મંત્રી ચેતનભાઇ શિયાળ, સરમણભાઇ બારૈયા નગરપાલિકા પ્રમુખ, ચંદુભાઇ પટેલ કોળી સમાજ અગ્રણી, તેમજ ખારવા સમાજના અગ્રણી ભગુભાઇ સોલંકી, રામભાઇ સોલંકી, છનાભાઇ શીવાભાઇ શિયાળ કોળી સમાજ અગ્રણી શિયાળબેટ સહિત આગેવાનો યુવા નેતા ભાવેશભાઇ સોલંકી, વિક્રમભાઇ, વિરમભાઇ જાડેજા ભાજપ પ્રમુખ, વિશ્વ હિન્દુ પરીષદ પ્રમુખની આખી ટીમની રાત દિવસની જહેમતથી અને મનહરભાઇ કે. બારૈયા જેવા હોનહાર યુવાનોના સાથ સહકારથી જાફરાબાદ શહેર જાણે અયોધ્યાનગરીમાં ફેરવાયું હતું.