આસરાણા ચોકડી નજીક આઇસર ટેમ્પાએ છોટા હાથીને અડફેટે લેતા ૧ યુવાનનું મોત

5029

રાજુલાના પ્રજાપતિ પરિવારને આસરાણા ચોકડી જ્યાં રાહુલ ગાંધીની સભા પાસે પુરપાટ બેફીકરાઇથી આયસર ગાડીએ છોટાહાથી ટેમ્પાને હડફેટે લેતા હુક ભરાતા ૪૦ મીટર છોટા હાથી ઢસડાતા લોકો હવામાં ઉડી રોડ પર પટકાતા કમકમાટી ભર્યું ૧ નું મોત ૧૦ ઘાયલોને ગંભીર હાલતે ભાવનગર ખસેડાયા છે.

રાજુલાના પ્રજાપતિ નરેશભાઇ દેવશીભાઇ વાઘેલા તેના વેવાઇ વીજપડી હાલ અમદાવાદ રહેતા અલ્પેશભાઇ મથુભાઇ વાળા, હરેશભાઇ મોહનભાઇ વાળા પરીવાર ચામુંડા માતાજીની માનતા એ ઉંચા કોટડા જવા છોટાહાથી ગાડી નં.જીજે૪એટી-૪૨૮૬ માં બેસી નાના મોટા ૧૨ની સંખ્યામાં કોટડા જવા નીકળેલ પણ નક્કી કરેલ સ્થળ કે જ્યાં કોંગ્રેસના રાહુલ ગાંધીની સભાની પબ્લીક લાવવા લઇ જવાની બઘડાટીમાં સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ આઇસર ગાડીએ છોટાહાથીને  હડફેટે લેતા આઇસર ગાડીનો હુક છોટાહાથીમાં ભરાઇ જતા અવળી દિશામાં છોટાહાથી ને ઢસડાતા તેમાં બેેસેલ તમામ પ્રજાપતિ યાત્રાળુઓ પરીવાર હવામાં ઉછળી એક પછી એક રોડ માથે નાના બાળકો સહિત પડકાવા માંડ્યા.તેમાં વીજપડી હાલ અમદાવાદ રહેતા આશાસ્પદ યુવાન અલ્પેશભાઇ મથુભાઇ વાળા (ઉ.વ.૩૦) નું રોડ પર પટકાતા કમકમાટી ભર્યું મોત થતા રાહુલ ગાંધીની સભા ગોઝારી નીવડી અને લોકો સભા મુકી દોડી આવી મદેદે જોડાયા હતા. પણ આઇસર ગાડીનો ડ્રાઇવર ભાગી ગયેલ. લોકો સ્તબ્ધ થઇ ગયા અને ચીચીયારી સાથે માતમ છવાયો હતો. તેમજ ૧૦૮ની મદદથી ગંભીર રીતે ઘાયલોને પ્રથમ મહુવા અને વધુ સારવાર્થે હરેશભાઇ મોહનભાઇ વાળા (ઉ.વ.૩૫)ને નરેશભાઇ દેવશીભાઇ વાઘેલા (ઉ.વ.૨૭)ને ભાવનગર ખસેડાયા હતા. જ્યારે વીજપડી, અમદાવાદ અને રાજુલા ખાતે તમામ પ્રજાપતિ પરિવારમાં  માતમ છવાયો હતો.

Previous articleસિહોરની વિદ્યામંજરી જ્ઞાનપીઠમાં ધો.૧૦નાં વિદ્યાર્થીઓનો શૈક્ષણિક સેમિનાર યોજાયો
Next articleઋષિવંશી સમાજ દ્વારા ગાંધીનગર ખાતેથી લીંબચધામ પાટણથી શોભાયાત્રા નીકળી