સ્મૃતિ ઇરાનીની સભા બાદ મહિલાઓેને અપાયા ૧૦૦ રૂપિયા, વીડિયો વારયલ

878

લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે ત્યારે દરેક પક્ષોના સ્ટાર પ્રચારકો મેદાનમાં આવી ગયા છે. ચૂંટણી સમયે બધા પક્ષો એક બીજા ઉપર આક્ષેપ બાજી કરી રહ્યા છે. મતદારોને લલચાવવા માટે અને વિવિધ લાલચો પણ આપતા હોવાના કિસ્સાઓ ચૂંટણી સમયે પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે આજે બુધવારે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીની જાહેર સભામં નાણાં વહેંચણીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે પાટણ ખાતે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીની જાહેર સભા હતી. જેમાં સ્મૃતિ ઇરાનીની સભાબાદ મહિલાઓને નાણાં આપ્યા હતા. મહિલા દીઠ રૂ. ૧૦૦ આપ્યાની ઘટાનો વીડિયો પણ વાયરલ થયો છે. જોકે, પાટણ લોકસભા બેઠક ઉપર બીજી વાર નાણાં આપતો વીડિયો વાયરલ થયો છે.

ઉલ્લેખનીય છે કે, પાટણ ખાતે યોજાયેલા ભાજપનાં મહિલા તેમજ યુવા સંમેલનમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ હાજરી આપી હતી. સ્મૃતિએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, અમેઠીમાં રાહુલ ગાંધીએ ૧૫ વર્ષથી કોઈ કામ નથી કર્યાં.

Previous articleકમોસમી વરસાદથી ખેતરમાં પડેલી ડાંગર કોહવાઇ, એરંડાને ભારે નુકસાન
Next articleગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં આકાશી આંધીથી ભારે નુકશાન