૧૦૧ પ્રેગનન્સી સેન્ટર દ્વારા ખાસ સગર્ભા મહિલાઓ માટે વિશેષ ગરબાનું આયોજન

16644

આપણે ત્યાં સગર્ભા મહિલાઓને પ્રેગ્નન્સી રહે ત્યાંથી કંઈ કામ નથી કરવા દેવાતું અથવા તો બહુ કેર કરવામાં આવે છે. આ માન્યતા સામે અવેરનેસ ફેલાય તે માટે સુરતમાં ૧૦૧ પ્રેગનન્સી સેન્ટર દ્વારા ખાસ સગર્ભા મહિલા માટે વિશેષ ગરબાનું આયોજન કરીને નવરાત્રિ સેલિબ્રેશન કરવામાં આવી હતી. સગર્ભાઓએ ગરબાના તાલે ગમતાં સ્ટેપ રમીને આનંદ માણ્યો હતો. સાથે જ પેટમાં ઉછરી રહેલા બેબીએ પણ આ નવરાત્રિને માણી હોવાનું સગર્ભાઓએ જણાવ્યું હતું.

વિશેષ રીતે સગર્ભા માટે યોજાયેલા ગરબાના આયોજનમાં ૫૦ મહિલાઓએ ભાગ લીધો હતો. પ્રેગનન્ટ માતાઓએ બેબી બમ્બ સાથે ગરબાંનો આનંદ માણ્યો હતો.સગર્ભા મહિલાઓમાં ગરબે ઝુમનારે જણાવ્યું હતું કે, હું છેલ્લા ૧૦ જેટલા વર્ષથી ગરબા રમતી હતી. પરંતુ આ વખતે પ્રેગનન્સીના કારણે ગરબા નહીં રમી શકું તેમ હતું. પરંતુ તુશિતા મેડમના ગરબાના આયોજનથી ઈચ્છા પૂર્ણ થઈ છે. સાથે જ ગરબે રમતી વખતે હું તો ખુશ હતી જ પરંતુ અંદર ઉછરી રહેલું બેબી પણ ખૂબ જ ખુશ હોવાની મને અનુભતી થઈ હતી. મને લાગતું કે મારી સાથે એ પણ ગરબા રમી રહ્યું છે.૧૦૧ પ્રેગનન્સી સેન્ટરના સંચાલિકા તુશિતા રાઠોડે ગરબાના આયોજન વિષે જણાવ્યું હતું કે, તેઓ આઠેક વર્ષથી પ્રેગનન્ટ મહિલાઓ માટે યોગ અને મેડિટેશન સહિતનું કાર્ય કરે છે. ત્યારે સગર્ભા મહિલાઓમાં જાગૃતિ ફેલાય તે માટે તેઓ દરવર્ષે કંઈકને કંઈક અનોખું આયોજન કરતા રહે છે. જેમાં આ વખતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.