ભારતીબેન શિયાળના સમર્થનમાં શહેરમાં હિતુ કનોડીયાએ રોડ-શો સાથે સભાઓ કરી

615

ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડા.ભારતીબેન શિયાળનાં સમર્થનમાં આજે ગુજરાતી ફિલ્મના અભિનેતા અને ભાજપનાં અનુસુચિત જનજાતિ મોરચાનાં હિદુ કનોડીયાએ આજે ભાવનગર શહેરમાં રોડ-શો સાથે વિવિધ વિસ્તારોમાં સભાઓ કરી હતી. જેમાં લોકો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ભાજપ અનુ.જાતિ મોરચોના હોદ્દેદારો, કાર્યકરો તેમની સાથે જોડાયા હતા. જેમાં વિવિધ વિસ્તારોમાં જબરૂ સમર્થન પ્રાપ્ત થયું હતું.

ભાવનગર લોકસભા બેઠકનાં ભાજપના ઉમેદવાર ડા.ભારતીબેન શિયાળને ભાવનગર શહેર અને જિલ્લામાંથી જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે. ભારતીબેનનાં સમર્થનમાં ઠેર ઠેર સભા રેલી, રોડ-શો સહિતના કાર્યક્રમોમાં જબ્બર માનવ મેદની ઉમટી રહી છે. જેમાં આજે ગુજરાતી ફિલ્મનાં જાણીતા કલાકાર અને ભાજપ અનુસુચિત જાતિના હિતુ કનોડીયા ભારતીબેનનાં સમર્થનમાં ભાવનગર આવ્યા હતા. અને વિવિધ વિસ્તારોમાં રોડ-શો સાથે સભાઓ કરી હતી. જેમાં ચિત્રા, ઇન્દીરાનગર, ઇશ્વરનગર, મીલની ચાલી, નવાપરા, દલીતવાસ, જમનાકુંડ, વાલ્મીકી કેન્દ્ર, રોહીદાસનગર, વણકરવાસ, બોરડીગેટ, સહિતના વિસ્તારોમાં સભાઓ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભાજપનાં મોહનભાઇ બોરીચા, પૂર્વ મેયર બાબુભાઇ સોલંકી સહિત અનુ.જાતિ મોરચાના હોદ્દેદારો જોડાયા હતા.

Previous articleસનેસ, પાલીતાણા ખાતે કોંગ્રેસના મનહર પટેલની જાહેરસભા યોજાઇ
Next articleકોંગ્રેસ ગરીબી મિટાવી દેશે, લોકોની સરકાર હશે : રાહુલ