ઢસા પો.સ્ટે. હેઠળ આવતા તમામ બુથની વિઝીટ પૂર્ણ

685

આગામી સમયમાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯ યોજાનાર હોય જે ચુંટણી અંતર્ગત ઢસા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પો.ઇ. એચ.એલ જોષી તથા ઢસા સ્ટાફ દ્વારા ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ ૨૨ ગામમા ચુંટણી અન્વયે રાખવામાં આવનાર ૨૯ બિલ્ડિંગ તથા ૫૦ બુથ ની ચુંટણી-સંબંધે બનાવવા મા આવેલ કોમ્યુનિકેશન પ્લાન મુજબ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમામ બૂથ બિલ્ડીંગની વીઝીટ ૧૦૦% પૂર્ણ કરવામાં આવી હતી. તેમજ મતદાન ના દિવસે કટોકટીના સમયે કે આકસ્મિક સંજોગોમાં સંપર્ક કરી શકાય તેવી બુથ બિલ્ડીંગની નજીક માં આવેલ વ્યક્તિ-હોર્દેદારો-કાર્યકરની બુથ પર મુલાકાત કરી તથા તેઓને મતદાનના દીવસે પોલીસના સર્પક માં રહી મતદાન મથકની ખરી માહીતી આપવા સમજ કરવામાં આવી હતી.

Previous articleભાવ. ટર્મીનસ ખાતે બીજા ટ્રેકનો પ્રારંભ
Next articleમોટી પાણીયાળી કે.વ.શાળાની ત્રણ દિકરીઓ સ્પોટ્‌ર્સ સ્કૂલમાં પસંદ થઇ