અમિત મિશ્રાનો IPL માં મોટો રેકોર્ડ, ૧૫૦ વિકેટ લેનારો પ્રથમ ભારતીય

960

દિલ્હી કેપિટલ્સનો લેગ સ્પિનર અમિત મિશ્રા ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ૧૫૦ વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. મિશ્રાએ ગુરુવારે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને બોલ્ડ કરી આ સિદ્ધિ મેળવી. રોહિતને મિશ્રાએ આઈપીએલના ઈતિહાસમાં છઠ્ઠી વખત આઉટ કર્યો છે. તેણે અત્યાર સુધી ૧૪૦ આઇપીએલ મેચમાં ૨૪.૧૮ની સરેરાશથી ૧૫૦ વિકેટ લીધી છે.

આઈપીએલમાં સૌથી વધુ વિકેટો લેવાની બાબતમાં શ્રીલંકાના લસિથ મલિંગાનું નામ આવે છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતા ૧૧૪ મેચમાં ૧૬૨ વિકેટો લીધી છે. અમિત મિશ્રા બીજા નંબરે છે. આઈપીએલમાં સૌથી વધુ વિકેટો લેવા બાબતે ત્રીજા નંબરે કોલકાતા નાઈટ રાઈડર્સનો પીયૂષ ચાવલા છે જેણે ૧૫૨ મેચોમાં ૧૪૬ વિકેટ લીધી છે. અમિત મિશ્રાએ ૨૦૦૮માં પોતાની આઇપીએલ કરિયરની શરૂઆત દિલ્હી ડેરડેવિલ્સ ટીમથી કરી હતી. ત્રણ વર્ષ દિલ્હી માટે રમ્યા પછી તેઓ હૈદરાબાદની ટીમમાં ચાલ્યા ગયા હતા. ચાર વર્ષ હૈદરાબાદ સાથે રમ્યા પછી તેઓ ફરી દિલ્હીની ટીમમાં પરત આવ્યા હતા.

Previous articleરાજસ્થાનની વિરૂદ્ધ જોરદાર દેખાવ માટે મુંબઇ પૂર્ણ તૈયાર
Next articleરાહુલ કરતા પ્રિયંકાની હવે કોંગી ઉમેદવારોની માંગણી