રમણીય કિગાલી – દિવ્ય રામકથા

524

આફ્રિકાના રવાન્ડા દેશના રમણીય કિગાલી નગરમાં શનિવારથી શ્રી મોરારીબાપુ દિવ્ય રામકથાનું રસપાન કરાવશે. કથા પ્રારંભે રવાન્ડાના રાષ્ટ્રપતિ પૌલ કાગામેની ઉપસ્થિતિ રહેશે. અહીંના સાંજના ચાર કલાકે રામકથા પ્રારંભ થશે. જે ભારતીય સમય મુજબ સાંજના સાડા સાત કલાક હશે. આફ્રિકા રવાન્ડાના સુખ્યાત સભાખંડ કોન્વેન્શન સેન્ટર ખાતે સુંદર આયોજન થયું છે.