તા.૨૨-૦૪-ર૦૧૯ થી ૨૮-૦૪-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય

1700

મેષ (અ.લ.ઈ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર સુર્ય અને વ્યયસ્થાનમાં શુક્ર બન્ને ઉચ્ચના થઈને શુભફળ આપે છે. મહત્વકાંક્ષાઓમાં વૃધ્ધી થશે. કાર્ય સફળતાના યોગ મળશે. માત્ર મોજ શોખ અને આળસવૃત્તિનો ત્યાગ કરવો જરૂરી છે. વિદ્યેશથી પણ લાભ રહેશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્નભાી ગીદારો અને વડિલોનો સહકાર મળશે. ભાઈ બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી  લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે ગુરૂવારના વ્રત અને લક્ષ્મીજીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી  માટે પ્રગતિકારક સમય રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

િમિત્ર આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર મંગળ ગ્રહ અને ગુરૂગ્રહની શુભ દ્રષ્ટિ લક્ષ્મીયોગ અને ગજકેસરી યોગનું નિર્માણ કરે છે. જે કાર્ય સફળતાના યોગ આપે છે. માત્ર શનિની પોનતી અને સુર્યગ્રહનો બંધનયોગ વધુ પડતો આત્મવિશ્વાસ નિષ્ફળતા આપી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહિ સિક્કાના બાબતોમાં ધ્યાન રાખવુંફ. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે લાભ રહેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

મિથુન (ક.છ.ઘ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર શનિ રાહુનો અશુભ શાપીત દોષ અને મંગળગ્રહનો બંધનયોગ આર્થિક માનસિક અને શારીરિક ત્રણેય રીતે સાચવવાનું સુચવે છે. માનસિક એકાગ્રતા અને આત્મવિશ્વાસ કેળવવાથી જ કાર્યસફળતાના યોગ મળી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહથી લાભ રહેશે, વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે અશુભ ફળ મળી શકે છે. જાહેર જીવનથી પ્રતિષ્ઠા મળશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં અરૂચી રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર ગુરૂગ્રહની શુભ દ્રષ્ટિ નવ પંચમ યોગ આપે છે જે માનસિક શાંતિ સાથે કાર્ય સફળતાના યોગ આપે છે. રાહ ગ્રહના અશુભ બંધનયોગમાં પણ ગુરૂગ્રહના આર્શીવાદ મળે છે. માત્ર મોટા અને ખોટા પ્રલોભનોથી દુર રહેવું જરૂરી છે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદરો અને વડિલોનો સહકાર મળશે.અ ાપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટક ચેરી અને મોસાળ પક્ષથી શુભ શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપની માટે બુધવારના વ્રત અને વિષ્ણુ ભગવાનનું પુજન કવરાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી માત્ર ગુરૂગ્રહનો બંધનયોગ અશુભફળ આપે છે. તેથી મહત્વના નિર્ણયોમાં હિતેચ્છુઓની સલાહ લેશો તો નસીબ કર્મ અને લાભ સ્થાનની પ્રબળતા કપરા કાર્યોને પણ સરળ બનાવી શકશે. નવા કાર્યોની શરૂઆત માટે પપણ શુભ સમય મળશે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ ઉપયોગીબ નશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને નિત્ય ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો  માટે સાનુકુળ સમય રહેશે. વિદ્યાર્થી માટે મહેનતમાં વૃધ્ધી કરરવાથી જ સફળતા મળી શકે છે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચરગ્રહોનું ભ્રમણ આપની ધીરજનીક સોટી કરી શકે છે. મહત્વકાંક્ષાઓ અને અપેક્ષાઓ ઉપર નિયંત્રણ જરૂરી છે. નહીં તો શનિગ્રહની પનોતી અને સુર્યગ્રહનો અશુભ બંધનયોગ નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. જન્મના ગ્રહો શુભ હશે તો જ સફળતા મળી શકે છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં સહિ સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે લાભ રહેશે. જાહેર જીવનથી ચિંતા આપી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર .ચ્ચના સુર્યની દ્રષ્ટિ અશુભ ગ્રહણયોગનું સર્જન કરે છે. અને સાથે મંગળગ્રહનો બંધનયોગ વાણીવર્તન અને વ્યવહારમાં નમ્રતા કેળવવી જરૂરી છે. માનસિક એકાગ્રતા અને આત્મવિશ્વાસથી કરેલા કાર્યોમાં જ કાર્ય સફળતા મળી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિશ્વાસ કેળવવાથી લાભ રહેશે. આપનું આરોગ્ય  ચિંતા આપી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. આપના માટે શુક્રવારના વ્રત અને ગણપતિનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો અંતિમ તબબકો અને રોગશત્રુ સ્થાનમાં ઉચ્ચનો સુર્ય કપરા કાર્યોને પણ સરળ બનાવી શકે છે. નવાકાર્યોની શરૂઆત પણ શુભ રહેશે. અચાનક કાર્ય સફળતાના યોગ પણ મળશે. માત્ર વાસ્તવિક વિચારોમાં જીવવું જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુભગવાનનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જનમના ગ્રહોના ઈશ્વરના આર્શીવાદ હશે તો જ શનીગ્રહની પનોતી અને શની રાહુનો અશુભ દોષ મા કાર્ય સફળતા મળી શકે છે. વધુ મહેનત થોડી સફલતા મળવાના યોગ છે તેથી સંતોષી નર સદા સુખી તે યાદ રાખવુ જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય શિવઉપાસના કરવાથી લાભ રહેશે.

મકર (ખ.જ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ વધુ પડતી અપેક્ષા અને આત્મવિશ્વાસ નિરાશા અને નિષ્ફળતા મળી શકે છે. શનીગ્રહની પનોતી અને ઉચ્ચ સૂર્યનો બંધનયોગ છે તેથી ભુતકાળની ભુલોને વર્તમાનમાં યાદ રાખવાથી વધુ નુકશાનીથી બચી શકાશે ધીરજ ધરવી જરૂરી છે. મિલકત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોની સલાહ લાભદાયી રહેશે ભાઈ બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે લાભ રહેશે જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આંનદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી કર્મસ્થાનમાં ગુરૂ અને લાભ સ્થાનમાં શનીકેતુનુ શુભ ભ્રમણ કાર્ય સફળતામાં લાભ આપે છે. અચાનક કાર્ય સફળતાના યોગ મળશે જીદ્દી સ્વભાવ અને ઉતાવળા સાહસોથી દુર રહેવું જરૂરી છે મંગળગ્રહનું અશુભ ભ્રમણ  નિશ્ફળતા આપે છે.  મિલકત અને વારસાઈ કાર્યોમાં ઉતાવળા ન બનવું જરૂરી છે.પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી થઈ શકે છે. આપના માટે શનિવારના વ્રત અને ગણપતિનુ પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર બુધ અને ઉચ્ચનો શુક્રગ્રહ મોજશોખ અને મનોરંજનમા જીવવાની પ્રેરણા આપે છે અને મંગળગ્રહ ઉદવોગ અને માનસિક અશાંતી આપવાનુ કાર્ય કરે છે.તેથી પરિસ્થિતીને સમજીને જીવવાથી જ કાર્યસફળતા અને સંતોષ મળી શકે છે. મિલકત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે પત્ની ભાગીદારો અને વડીલોની સલાહ લાભદાયી રહેશે માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે ગુરવારના વ્રત અને ગણપતિનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય રહેશે.