ચોરી કરેલા બે ટેન્કર સાથે બે શખ્સોને ઝડપી લેતી બોટાદ પોલીસ

969

બોટાદ પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.વાય.ઝાલાના માર્ગદર્શન હેઠળ બોટાદ સર્વેલન્સ સ્ટાફના માણસોએ બોટાદ પો.સ્ટે.માં ગઇ ૧૩/૦૪/૨૦૧૯ ના રોજ ફરીયાદી રામકુભાઇ બહાદુરભાઇ ધાધલ રહે. બોટાદ ઢાંકણીયા રોડ તુલશીનગર-૧ ખાતેની સાઇટ ઉપરથી પાણીનું ટેન્કર કિ.રૂ.૧,૦૦,૦૦૦/- નું ચોરી થયેલ જે બાબતે બોટાદ પો.સ્ટે.માં ગુન્હો દાખલ થયેલ તેમજ ગઇ તા.૧૭/૦૪/૨૦૧૯ ના રોજ નિલકંઠભાઇ દલસુખભાઇ ઝુલાસણા રહે.સેથળી તા.જી.બોટાદ વાળાની બોટાદ આગાખાન હોસ્ટેલ પાસે સી.સી.રોડ બનાવવાની સાઇટ ઉપરથી પાણીનું ટેન્કર કિ.રૂ.૯૦,૦૦૦/- નું ચોરી થયેલ જે બાબતે બોટાદ પો.સ્ટે. અલગ અલગ અનડીટેક્ટ ગુન્હાઓ દાખલ થયેલ જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ બોટાદ સર્વેલન્સ સ્ટાફના માણસો આગુન્હાની તપાસમાં હતા દરમ્યાન મળેલ બાતમીરાહે સંગ્રામભાઇ વાલાભાઇ જોગરાણા રહે.રાયકા તા.ધંધુકા જી.અમદાવાદ વાળાને બોટાદના સેથળી ગામેથી એક ટ્રેકટર તથા ટ્રોલી સાથે પકડી લીધેલ મજુકુરની પુછપરછ કરતા પોતાને આ ટ્રેકટર તથા ટ્રોલી પોતાના મિત્ર પ્રકાશભાઇ સુરેશભાઇ મીર રહે.બોટાદ, મસ્તરામ મંદીર પાછળ, ભરવાડનેસ, બોટાદ વાળા આપી ગયેલાનું જણાવતા પ્રકાશભાઇને બોટાદ પો.સ્ટે. લાવી સઘન પુછપરછ કરતા આ ટ્રોલી પોતે તથા પોતાના મિત્ર જગદીશ ઉર્ફે ભુરો રહે.ધ્રુફણીયા તા.ગઢડએ ગઢડા પો.સ્ટે. ધ્રુફણીયા ગામેથી ચોરી કરેલાની કબુલાત આપતા જે અન્વયે તપાસ કરતા ગઢડા પો.સ્ટે. ટ્રેઇલર ચોરીનો ગુન્હો દાખલ થયેલ હોય તેમજ આરોપી પ્રકાશભાઇ નાંઓ બોટાદ પો.સ્ટે.માંથી બે ટેન્કર ચોરેલાની કબુલાત આપતા ઉપરોક્ત બંને આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ તમામ પાણીના ટેન્કર નંગ-૦૨ કિ.રૂ.૧,૯૦,૦૦૦/- તથા ટ્રેઇલર નંગ-૦૧ કિ.રૂ.૫૦,૦૦૦/- તથા ગુન્હો કરવામાં ઉપયોગમાં લીધેલ ટ્રેકટર નંગ-૦૧ કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૪,૪૦,૦૦૦/- નો કબ્જે કરી ધોરણસર કાર્યવાહી  કરેલ છે.

Previous articleજોલાપરના પાટીયા પાસે બાઇકે અડફેટે લેતા આધેડનું મોત
Next articleશહેરમાંથી મોબાઇલ ફોનની ચોરી કરતી ગેંગને ઝડપી લેતી એસઓજી