શહેરમાંથી મોબાઇલ ફોનની ચોરી કરતી ગેંગને ઝડપી લેતી એસઓજી

827

એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે અનિરૂધ્ધસિંહ ગોહિલને બાતમી હકિકત મળેલ કે, ભાવનગર શહેરમાંથી જુદી-જુદી જગ્યાઓએથી મોબાઇલ ચોરી કરતી ટોળકી નિર્મળનગરના નાકે ઉભેલ છે. જે આધારે ત્રણ ઇસમો સાહિલભાઇ સુરેશભાઇ ગોહેલ ઉ.વ. ૧૯ રહે. કુંભારવાડા માઢીયારોડ શેરી નં. ૧૫ , અશોકભાઇ ભુપતભાઇ મકવાણા ઉ.વ.૨૦ રહે. હાદાનગર વેલનાથ ચોક, ચિરાગ સુનીલભાઇ ગોહેલ ઉ.વ.૧૯ રહે. વિઠ્ઠલવાડી બેઠલા નાળા પાસે ભાવનગરવાળાઓને  ઝડપી પાડી તેઓની પાસેથી શંકાસ્પદ મોબાઇલ ફોન ઓપો કંપનીનો મોડલ ૮૩  કિ.રૂ઼. ૫૦૦૦/- ,  કાર્બન કંપનીનો મોડલ એરો સ્ટ્રોમ કિ.રૂ઼. ૫૦૦૦/- નોકીયા કંપનીનો મોડલ મોડલ આર.એમ.-૧૧૯૦ કિ.રૂ઼. ૫૦૦/-, સેમસંગ કંપનીનો મોડલ એસએમ-બી, ૩૧૦-ઈ કિ.રૂ઼. ૫૦૦/-, કાર્બન કંપનીનું મોડલ કે-૫૮ કિ.રૂ઼. ૫૦૦/- ના કબ્જે કરવામાં આવેલ છે

ત્રણેય આરોપીઓની પુછપરછ કરતા ઉપરોક્ત તમામ મોબાઇલ તેઓએ શહેરમાંથી જુદી જુદી જગ્યાએથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે. જે બાબતે રેકર્ડ ઉપર ખરાઇ કરતા એક મોબાઇલ ચોરી બાબતે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર થયેલ છે. મજકુર ત્રણેય વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

Previous articleચોરી કરેલા બે ટેન્કર સાથે બે શખ્સોને ઝડપી લેતી બોટાદ પોલીસ
Next articleહિમોફોનીયાની સારવાર માટે રાજુલાનાં સાત દર્દીઓને ભાવનગર હોસ્પીટલ મોકલાયા