દેસાઇનગરનાં કોમ્પલેક્ષમાં થયેલી ચોરીનો આરોપી મુદ્દામાલ સાથે ઝબ્બે

802

બોરતળાવ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. કે.એમ.રાવળની સૂચના હેઠળ ડી.સ્ટાફનાં માણસો જી.એ.કોઠારીયા, ભીખુભાઇ ચૌહાણ, એસ.એમ.સૈયદ, હિરેનભાઇ મહેતા, ભીખુભાઇ બુકેરા, સેજાદભાઇ સૈયદ, ધર્મદિપસિંહ, નરેન્દ્રસિંહ તથા નિલમબેન વિરડીયાએ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ. ભીખુભાઇ અબ્દુલભાઇ બુકેરા તથા હિરેનભાઇ મહેતા સંયુક્ત બાતમીરાહે હકીકત મળેલ કે, દેસાઇનગર પ્રમુખ દર્શન કોમ્પલેક્ષમાં પહેલા માળે આવેલ દુકાન નં.૧૩માં ઓફીસ આવેલ હોય, ઓફીસનું મુખ્ય શટર તોડી, એલ્યુમીનીયમ સેક્શનનો દરવાજાની ફાયબરની પ્લાય તોડી અને મો.સા. સીડીડીલક્ષ નં. જીજે-૦૬-જેએ-૬૯૮૦ બોરતળાવ, કુમુદવાડીના નાકા પાસે એક કાળા કલરનું પેન્ટ, સફેદ તથા ભુરા કલરનો આખી બાયનો શર્ટ પહેરેલ ઉભો છે. આવી ચોક્કસ બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ જતા એક ઇસમ નામે વિજયભાઇ હિંમતભાઇ મૂળગામ-દામનગરવાળો મળી આવેલ અને તેની પાસેથી ઉપરોક્ત ગુન્હાની ચોરી કરેલ રોકડા રૂા.૨૦,૦૦૦ મળી આવેલ અને મજકુરે ઉપરોક્ત ચોરી કરેલાની કબુલાત આપતો હોય તેમજ મજકુર અગાઉ પણ ઘરફોડ ચોરીમાં પકડાઇ ગયેલ હતો. જેની સદરહુ ગુન્હામાં કામે અટક કરેલ અને આ અંગેની આગળની તપાસ પો.સબ.ઇન્સ. ટી.એલ.માલ કરી રહેલ છે.

Previous articleપાલીતાણામાં પશુઓ માટે અવેડા મુકાયા
Next articleરાજુલા નજીક જાંપોદર ગામ પાસે ગત મોડી રાત્રીએ પાંચ વાહનોનો વિચિત્ર અકસ્માત