ભાવનગરમાં હત્યાની બાઉન્ડ્રી : વિઠ્ઠલવાડીમાં યુવાનની હત્યા

0
6314

ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ છેલ્લા ચાર દિવસથી દરરોજ એક હત્યા થઈ રહી છે. જેમાં આજે મોડીરાત્રીના વધુ એક યુવાનની હત્યાનો બનાવ બનવા પામ્યો છે. શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં શનિવારે મોડીરાત્રીના બાવકુ રાજુભાઈ વેગડ નામના યુવાનની તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી શખ્સો પલાયન થઈ ગયા હતાં. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક વિગતો અનુસાર હત્યારાઓ વિઠ્ઠલવાડીના જ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેના પગલે પોલીસે તુરંત જ લાશ પી.એમ.માં ખસેડી હત્યારાઓની ભાળ મેળવવા કવાયત હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર દિવસથી ચાર હત્યામાં પ્રથમ ધાંધળી ગામે દેવીપુજક આધેડની હત્યા બાદ સિદસર રપ વારિયામાં યુવાનની હત્યા, ગઈકાલે શુક્રવારે સુભાષનગર પંચવટી ચોકમાં યુવાનની હત્યા તેમજ આજે સતત ચોથા દિવસે વિઠ્ઠલવાડીમાં યુવાનની હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. હત્યારાઓ જાણે કે લોકસભા ચૂંટણી પુર્ણ થવાની રાહ જોઈને બેઠા હોય તેમ ચૂંટણી પુર્ણ થયા બાદ એક પછી એક હત્યાઓ થઈ રહી છે. જો કે પોલીસે સિદસર અને સુભાષનગરમાં થયેલી હત્યાના આરોપીઓને ઝડપી લીધા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here