સત્ય, પ્રેમ, કરુણા જેટલુ વહેંચો તેટલું વધે – મોરારીબાપુ

799

પૂર્વ આફ્રિકા વનસંપદા ,પ્રાકૃતિક વૈભવ અને વૈશ્વિક વિકાસની પગદંડી માટે જાણીતું છે. તેમાં આવેલા રવાન્ડા નામક દેશના મુખ્યમથક કિગાલી શહેરમાં મોરારીબાપુના શ્રીમુખેથી રામકથા “માનસ હનુમાના”નું આજે રવિવાર ૨૮-૪-૧૯ રોજ સમાપન થયું.

આજની કથાગંગાનો પ્રારંભ કરતાં પુ.મોરારીબાપુએ કહ્યું “હનુમાન ચરિત્ર અપાર છે, તે ખુશ્બુ છે.તે અનુભૂતિથી કહી શકાય .તેના વાંગ્મય, શ્રવણીક સ્વરૂપની આપણે પૂજા કરીએ છીએ .હનુમાનજી ના પૂંછમાં જ્યારે અગ્નિ પ્રગટયો ત્યારે માં જાનકી અગ્નિથી તેની રક્ષા કરવા સ્તુતિ કરી હતી .વિશિષ્ટ- બુદ્ધ પુરુષોનું માર્ગદર્શન સંકટ ઓછું કરે, માટે તે કેન્દ્ર બિંદુ છે .જે હનુમાનજીની ભક્તિ કરશે તેના પર રામ, લક્ષ્મણ ,જાનકી ની કૃપા ઉતરશે .નિરંતર જે બ્રહ્મને પીવે ,જ્ઞાન ,આત્મસુખ ,નીજતાને પીવે તે કપી છે.હનુમાનજી ધીરબુદ્ધિવાળા છે .મધુર વાણી ના પ્રવકતા, બુડતાના તારણહાર, નૂતન જન્મદાતા અને નીરાનિરાભિમાની હનુમાનજી છે.

લંકા કાંડ થી રામ રાજ્યાભિષેકની કથા ને આજે મૂર્તિમંત કરી ,મોરારીબાપુએ કથાના આયોજન સંકલન માટે યજમાન પરિવારના જગદીશભાઈ તથા આશિષભાઈ ઠક્કર માટે પ્રસન્નતા વ્યક્ત કરી.  કહ્યું કે સત્ય ,પ્રેમ, કરુણા જેટલું વેહેચો તેટલું વધશે. કથા નું ગાયન શ્રમ નથી, પણ વિશ્રામ છે.

રવાન્ડાના ૧૯૯૪ના નરસંહારમાં નિવૉણ થયેલા, દક્ષિણ આફ્રિકાના વાવાઝોડામાં દિવંગત થયેલા અને શ્રીલંકાના બોમ્બ વિસ્ફોટમા મૃતક આત્માઓને શ્રદ્ધાસુમન અર્પણ કરી. દક્ષિણ આફ્રિકાના વાવાઝોડામાં દિવંગત થનાર સૌ કોઈને પ્રસાદી રૂપ રાશી મોકલવા ઈચ્છા પણ જાહેર કરી.

સમગ્ર કથાનું આયોજન ખૂબ સુચારું રીતે સંપન્ન થયું. આહુતિબેન છગ તથા પરિવારની દરિયા દિલીએ સૌ કોઈ અતિથિઓના મન જીતી લીધા હતા .તેમના પરિવારની આ સોળમી કથા હતી.

– તખુભાઈ સાંડસુર

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleભાવનગરમાં ચાર શખ્સોએ યુવકની તલવાર-લાકડીના ઘા ઝીંકી હત્યા કરી