બે વર્ષથી દારૂના ગુન્હામાં વોન્ટેડ મહિલા આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

1224

આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર એસ.એન. બારોટ સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ કોન્સ. મહિપાલસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલને મળેલ સંયુક્ત બાતમી આધારે બોરતળાવ પોલીસ સ્ટેશન પ્રોહીબિશનના મુજબના ગુન્હાના કામે નાસતી ફરતી આરોપી મહિલા બાઘુબેન ભોપાભાઇ રામાભાઇ મેર ઉ.વ. ૪૯ રહેવાસી સિન્હા કોલોની કુંભારવાડા ભાવનગર વાળીને તેના ઘરેથી ઝડપી પાડી આરોપી મહિલા વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના જગદીશભાઇ મારૂ, હરેશભાઇ ઉલવ, પોલીસ કોન્સ. હારીતસિંહ ચૌહાણ , અતુલભાઇ ચુડાસમા, મહિપાલસિંહ ગોહીલ તથા એલ.સી.બી.ના એ.એસ.આઇ. આઇશાબેન બેલીમ જોડાયા હતા.

Previous articleઅંબિકા આશ્રમ સાંગાણા ખાતે ૨૧ કુંડી મહા વિષ્ણુયાગ યોજાશે
Next articleરાજુલામાં ગટર ઉભરાતા ગંદા પાણી ઘર અને દુકાનોમાં ઘુસ્યા