રવેચીધામ પાસે ગ્રીનસીટીના અનેક વૃક્ષોને માટીના ઢગલાંથી સરકારે બુરી દીધા..!!

780

એક તરફ ગ્રીનસીટી સંસ્થા ભાવનગર શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષારોપણ કરી વૃક્ષોને નિયમિત પાણી પાઇને મોટા કરી રહ્યું છે તો બીજી તરફ સરકારના જ અનેક ડિપાર્ટમેન્ટ આ વૃક્ષો પર પાણી ફેરવી રહ્યું છે. ગ્રીનસીટીની મહેતન પર પાણી ફેરવું રહ્યું છે. અગાઉ શહેરમાં રસ્તાની બંને બાજુ ખાડા કરવાવાળાએ અનેક વૃક્ષોનો સોથ વાળી દીધો હતો. ત્યારબાદ રેલ્વે સ્ટેશનમાં સ્ટેશનનાં નવીનીકરણમાં બેદરકારીનાં કારણે વૃક્ષો બળી ગયા હતા અને હવે રવેચીધામનું સરકાર દ્વાર ડેવલપમન્ટ કરવામાં આવી રહ્યું છે ત્યારે તળાવની આજુબાજુની ઢગલાબંધ માટી ગ્રીનસીટી સંસ્થાએ છેલ્લા ત્રણ વર્ષથી મહેનત કરીને મોટા કરેલા વૃક્ષોના ટ્રી ગાર્ડ ઉપર જ નાખીને અડધા પોણા ટ્રી ગાર્ડ દાટી દીધા છે. ખરેખર તો રવેચીધામનું નવીનીકરણ કરવાની કોઇ જ જરૂર ન હતી. એ કુદરતી સ્થળનું પણ ધનોત પનોત કાઢી નાખવામાં આવ્યું છે. અને ત્યાંના વર્ષો જુના વૃક્ષોને પણ નવા પ્લાનમાં અડચણરૂપ થતા હોવાથી કાપી નાખવામાં આવ્યા છે. આમ ખુદ સરકાર દ્વાર જ વિકાસના નામે પર્યાવરણને નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે. પર્યાવરણ બચાવો પર્યાવરણ બચાવોની બુમરાણ મચાવતી સરકારે જ પહેલા સુધરવાની જરૂર છે. સરકાર દ્વારા કોન્ટ્રાક્ટોને કામ અપાતા હોય છે. પરંતુ એજ્યુકેટેડ કોન્ટ્રાકટરો ને એટલી પણ ગતાગમ નથી પડતી નથી કે નીચેના માણસોને પર્યાવરણને વૃક્ષોને નુકશાન ન થાય તે રીતે કામ કરવાની સૂચના આપવી જોઇએ. આ મામલે ગ્રીનસીટી પાસે હવે સરકાર સામે કેસ કર્યા સિવાયનો કોઇ વિકલ્પ બચ્યો નથી. એમ ગ્રીનસીટીના દેવેનભાઇ શેઠે જણાવ્યું હતું.

Previous articleજલસેવા ગ્રાહક ધિરાણ સહકારી મંડળીનાં નિવૃત્ત થતા કર્મચારીઓનો વિદાય સમારોહ
Next articleહિંદુ સંસ્કૃતિ ટકાવવા દરેકની ફરજ : શાસ્ત્રી યજ્ઞેશભાઇ ઓઝા