લાઇટના અજવાળે જુગાર રમતા છ ઝબ્બે

729

ગંગાજળીયા પોલીસ સ્ટેશનનાં પી.આઇ. આર.જે.શુક્લાનાં માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનનાં ડી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મનદિપસિંહ ગોહિલને મળેલ બાતમીના આધારે સંગમ ટોકીઝ પાછળ ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળે જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા ઇસમો મહેશભાઇ ઉર્ફે ગાગો નરશીભાઇ ધરાજીયા, રાકેશભાઇ ભીખાભાઇ ચુડાસમા, સુરેશભાઇ બુધાભાઇ રાઠોડ, જતીનભાઇ રામજીભાઇ સોલંકી, નરેશભાઇ ઉર્ફે ભોપો ભગવાનભાઇ ગોહેલ તથા સુનિલભાઇ કિશોરભાઇ બારૈયા રહે તમામ ભાવનગર વાળાઓને જુગારના સાહિત્ય ગંજીપત્તાનો કેટ તથા રોકડ રૂા.૧૦,૪૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે. તમામ વિરૂદ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

Previous articleરાણપુરમાં પાણીની લાઇનમાં ગેરકાયદે જોડાણનો ગ્રામ પંચાયત દ્વારા સર્વે શરૂ
Next articleજાફરાબાદ ખાતે વનવિભાગનાં રેસ્ક્યુ સેન્ટરનાં બાંધકામમાં ભ્રષ્ટાચારની રાવ