કેશીયરની હત્યા, લૂંટ કરનારને આજીવન કેદ

0
914

પાંચ વર્ષ પૂર્વે  વરતેજ ગામ પાસે ટ્રાવેલ્સની ઓફીસમાં લૂંટના ઇરાદે આવેલા શખ્સે ઓફીસમાં બેસતા કેશીયર ઉપર છરી વડે હૂમલો કરી મોત નિપજાવી રૂા.૨૦ હજારની લૂંટ ચલાવી નાસી ગયો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ સુભદ્રાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી  આરોપીઓ સામે નો હત્યાનો ગુન્હો સાબિત માની આજીવન કેદની સજા અદાલતે ફટકારી હતી.

આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૧૯-૦૫-૧૪નાં રોજ સવારે ૧૦ વાગ્યે પથુભા ભાવસિંહ ચૌહાણ તેમની ઓફીસે આવેલા અને તેમની બાજુમાં પ્રેમદાસ ઉર્ફે બટુકભાઇ વેણીરામ અગ્રવાત પણ તેમની જય માતાજી ટ્રાન્સપોર્ટની ઓફીસ ખોલેલ તેઓ ઓફીસમાં બેસી ટ્રાન્સપોર્ટના ભાડા ચૂકવે છે. બપોરે જમીને ૪-૩૦ વાગ્યાથી તેઓ તથા તેમના ભાગીદાર ઘનશ્યામભાઇ કાનાભાઇ ચૌહાણ ંબને તેમની ઓફીસમં બેઠા હતા ત્યારબાદ સાંજના ૫ થી ૬ ના સુમારે સદ્દગુરૂ કોમ્પ્લેક્ષમાં કુલદીપભાઇનું કમાન પાટાનું ગેરેજ છે. તેણે તેમના નામનો સાદ કરીને બોલાવતા તેઓ તુરંત બહાર નીકળેલા તો તેઓએ જોયું તો જય માતાજી ટ્રાન્સપોર્ટ ઓફીસના કેશીયર પ્રેમદાસભાઇ ઉર્ફે બટુકભાઇ સાધુ જે તેની ઓફીસની બહાર નીચે બેઠા હતા અને તેના લોહી વાળા હાથ હતા જેથી તેઓ તુરંત ત્યાં ગયેલ જ્યાં પથુભા ચૌહાણે કેશીયર પ્રેમદાસભાઇ સાધુએ કહેલ કે, લાલ શર્ટ વાળાએ તેમને જોરથી એક છરીનો ઘા મારેલ છે અને છરી પેટમાં રહી ગયેલ છે. તેમ વાત કરેલી પછી તે બહુ બોલી શક્યા ન હતા. જેથી ફરીયાદીએ તુરંત તેના શેઠના નંબર ઉપર ફોન કરેલ તે દરમ્યાન ૧૦૮માં ફોન કરતા ઇજાગ્રસ્તને તુરંત સર.ટી.હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ હત્યામાં પરીણમ્યો હતો. જાણવા મળ્યા મુજબ તેમની ઓફીસમાં લાલ શર્ટ વાળાએ ગેરકાયદેસર પ્રવેશ કરી ઓફીસના ટેબલના ખાનામાં પડેલ રૂા.૨૦ હજારની લૂંટ કરી કોઇપણ કારણોસર કેશીયર પ્રેમદાસ સાધુને એક છરીનો ઘા ઝીવલેણ મારી ગંભીર ઇજા કરી મૃત્યુ નિપજાવેલ અને પૂરાવાઓનો નાશ કરેલ હોવાની ફરીયાદ ગત તા.૧૯-૦૫-૧૪નાં રોજ વરતેજ પોલીસ મથકમાં નોંધણી હતી. વરતેજ પોલીસે આ બનાવની ઘનિષ્ઠ તપાસ હાથ ધરી આ હત્યા અને લૂંટના કેસમાં સંડોવાયેલા આરોપી દિનેશભાઇ ધીરૂભાઇ બારૈયા (ઉ.વ.૨૩- ધંધો ડ્રાઇવીગં રહે.લાખણકા, તા.ઘોઘા)નું નામ ખુલતા પોલીસે આરોપીને ઝડપી  લઇ તેની સામે ઇપીકો કલમ ૩૦૨, ૩૯૭, ૪૪૭, ૨૦૧ તથા જીપીએક્ટ ૧૩૫ મુજબનો ગુન્હો નોંધીયો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ સુભદ્રાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકાર વકીલ વિપુલ દેવમુરારી અને દલીલો, મૌખિક પુરાવા ૨૪,  દસ્તાવેજી પુરાવા ૩૬ વિગેર ધ્યાને લઇ આરોપીને દિનેશ ધીરૂભાઇ બારૈયા સામે ઇપીકો કલમ ૩૦૨, મુજબનો ગુન્હો સાબીત માની આરોપીને આજીવન કેદની સજા અને રૂા.૫ હજારનો દંડ અને આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજા ફટકારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here