૭ જિલ્લામાંથી હદપાર થયેલ મહિલા કોલેજ પાસેથી ઝડપાયો

630

ગત રાત્રીના ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારના માર્ગદર્શન અને સુચનાથી આર.આર.સેલના સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે દરમ્યાન બાતમી આધારે ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ/ગ્રામ્ય જુનાગઢ અમદાવાદ જીલ્લાના વિસ્તાર માંથી બે વરસ માટે હદપાર થયેલ ઇસમ મેહુલ ઉર્ફે મોગલી વશરામભાઇ પરમાર ઉ.વ.૨૩ રહે.ખેડુતવાસ, પચ્ચીસ વારીયા બજરંગદાસ બાપાના મંદિરની સામે ભાવનગર વાળાને મહિલા કોલેજ સર્કલ પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.    આ કામગીરીમાં આર.આર.સેલના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી એ.એસ.આઇ. પી.આર.સરવૈયા તથા પોલીસ હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા બાબાભાઇ આહીર તથા પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા નિતીનભાઇ ખટાણા જોડાયા હતા.

Previous articleબાબરા ગ્રા.પં. હસ્તક પબ્લિક ઇન્ફોર્મેશન હોર્ડીંગમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાની રાવ
Next articleસાવરકુંડલામાં બારોટ સમાજની નવી વાડીનું કામ પુર્ણતાના આરે