લૂંટના ગુનામાં ૧૦ વર્ષથી ફરાર આરોપીને ઝડપી લેતી એસઓજી

431

આજરોજ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી. પરમારના માર્ગદર્શન અને સુચનાથી આર.આર. સેલના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, વેળાવદર ભાલ પો.સ્ટે.ના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી રમજાનભાઇ ઉર્ફે જાનમહમંદ ઇબ્રાહીમભાઇ મોરી/ડફેર ઉ.વ.૩૨, રહેવાસી- મુળ રેથલ ગામ તા.સાંણદ જી.અમદાવાદ હાલ-સરસાવાડી (મણીપુરા) તા.વિરમગામ જી.અમદાવાદ વાળાને નિરમા કંપનીના પાટીયા પાસેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.