અમરેલી બેઠક ઉપર ભાજપનાં નારણ કાછડીયાનો ભવ્ય વિજય

567

નારણભાઇ કાછડીયાને અવધ કલ્પના બહાર ૨ લાખ એક હજારની લીડ અપાવવામાં હિરાભાઇ સોલંકીની જહેમતથી જંગી લીડ નીકળતા કોંગ્રેસના ગઢમાં ગાબડું કોંગ્રેસીઓ સ્તબ્ધ થયા હતા. લોકસભા ૨૦૧૯નું પરિણામ આવ્યું ભાજપનો ભગવો લહેરાવ્યા બાદ તમામ એક્ઝીટ પોલમાં અમરેલીનું ચિત્ર નબળું હતું. ત્યારે રાજુલા જાફરાબાદમાં ભાજપની જંગી લીડ નીકળતા કોંગ્રેસના ગઢમાં સોપો પડી ગયો હતો. પાટીદાર ફેકટરની સીટ ગણાતી અમરેલી બેઠકમાં રાજુલા વિધાનસભામાં બક્ષીપંચ મતદારો કોળી આહિર સમાજની વસ્તી છે ત્યારે રાજુલા વિધાનસભામાં અમરેલી જિલ્લાની સૌથી વધારે ગણી શકાય તેટલી ૪૦ હજાર ઉપરની લીડ નીકળતા કોંગ્રેસી ધારાસભ્યના ગઢમાં ગાબડું પડ્યું હતું. આ બાબતે પૂર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કોંગ્રેસના શાસનથી દોઢવર્ષમાં પ્રજા ત્રાસી ગઇ હતી. આથી દાઝ સ્વરૂપે આ વિસ્તારના મતદારોએ ખોબલે ખોબલે ભાજપને મત આપ્યા હતા. આથી આ વિસ્તારમાંથી જંગી લીડ કાઢવામાં સફળતા મળી હતી અને ભાજપનો ભગવો લહેરાયો હતો. કાઠી ક્ષત્રીય સમાજ અને કાઢી ક્ષત્રીય સમાજના પ્રમુખ પ્રતાપભાઇ વરૂનો નારણભાઇ કાછડીયાએ સમસ્ત જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. બાબરીયાવાડમાં ઠેર ઠેર ફટાકડા ફુટ્યા રાષ્ટ્ર પ્રેમ અને તેના વાહક નરેન્દ્રભાઇ મોદી પ્રત્યેનો જનતા પ્રેમ સાબિત થયો.

Previous articleગુજરાતમાં કોંગ્રેસના સુપડા સાફ
Next articleમહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો આજે ૪૨મો જન્મદિવસ