ફાયર સેફ્ટી અંગે કમિશ્નરે બોલાવેલી તાકીદની બેઠક

799

સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલ તક્ષશીલા બિલ્ડીંગમાં આગની ઘટનામાં વિદ્યાર્થીઓના મોત નિપજ્યાં બાદ રાજ્ય સરકારનાં આદેસના પગલે તંત્ર દ્વારા ટ્યુશન ક્લાસ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભાવનગર મહાપાલિકા કમિશ્નર એમ.એ.ગાંધીએ બેઠક યોજી હતી જેમાં ડી.વાય.એસ.પી. મનીષ ઠાકર, મહાપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. અને શહેરમાં વિવિધ સ્થળોએ ચાલતા ટ્યુશન ક્લાસમાં ફાયર સેફ્ટી સાધનો સહિતની વ્યવસ્થા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

સુરતની ગોઝારી ઘટના બાદ રાજ્ય સરકારના આદેશના પગલે તમામ મહાપાલિકાના, નગરપાલિકા દ્વારા ટ્યુશન ક્લાસ, હોસ્પીટલ સહિતના સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવનાર છે. તેમ કમિશ્નર ગાંધીએ જણાવ્યું હતું.

Previous articleભાવનગરના ટ્યુશન ક્લાસીસો ઉપર તંત્રની તવાઇ
Next articleઅનેક સીરીયલો અને જાહેરાતોમાં ચમકતાં ભાવેણાનાં જ્વેલ – જીયા