૨૦૧૯ વર્લ્ડકપમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ગેલ તોડે તેવી શક્યતા

604

વર્લ્ડ કપ ૨૦૧૯માં ઘણાં નવા રેકોર્ડ સર્જાશે અને તેમાં ક્રિસ ગેલ પોતાના ક્રિકેટ કરિયરનો આ છેલ્લો વર્લ્ડ કપ રમવા જઈ રહ્યાં છે. આ છેલ્લાં વર્લ્ડ કપની સાથે ક્રિસ ગેલ ઈતિહાસ બનાવીને જશે તેવું લાગી રહ્યું છે.

૩૯ વર્ષના બેટસમેન ક્રિસ ગેલ પહેલાં જ કહી ચૂક્યાં છે કે વિશ્વ કપ બાદ તેઓ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ શકે છે. ક્રિસ ગેલ પોતાના ક્રિકેટના કરિયરમાં આ પાંચમો વર્લ્ડકપ રમશે. જેમાં ૨૦૦૩, ૨૦૦૭, ૨૦૧૧, ૨૦૧૫ અને હવે ૨૦૧૯નો સમાવેશ થશે. તેમણે વેસ્ટ ઈન્ડિઝ ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે.

ક્રિસ ગેલે સૌથી શાનદાર રમત વર્ષ ૨૦૧૫ના વર્લ્ડ કપમાં રમી હતી જેમાં તેમણે ૨૫૧ રન ફટકાર્યા હતા.

ક્રિસ ગેલ અને એબી ડિવિલિયર્સ એવા બે ખેલાડી છે જેમણે સૌથી વધારે સિક્સર ફટકારી છે. આ બંનેના નામ પર ૩૭-૩૭ સિક્સર ફટકારવાનો રેકોર્ડ છે પણ આ વખતે ક્રિસ ગેલ આ રેકોર્ડને તોડી નાખશે એવું લાગી રહ્યું છે કેમ કે એક સિકસર ફટકારીને ક્રિસ ગેઈલ આ રેકોર્ડને આસાનીથી ધરાશયી કરી નાખશે.

આ સિવાય અન્ય રેકોર્ડની વાત કરીએ તો તેઓ વર્લ્ડકપમાં પોતાના ૧૦૦૦થી રનથી માત્ર ૫૬ રન જ પાછળ છે તેને પણ પુરા કરી લેશે. વિશ્વકપના ઈતિહાસ ૧૭ બેટસમેન જ એવા છે જેમણે ૧૦૦૦ રન ફટાકાર્યા હોય તેમાં પણ ક્રિસ ગેલનું નામ સામેલ થઈ જશે.

Previous articleઅગાઉ કરતાં વધુ રનભૂખ્યો થયો છુંઃ અમલા
Next articleપ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને ૧૨ રને હરાવ્યું