ઓનલાઈન સીસ્ટમથી પોતાની અરજીનું સ્ટેટસ અરજદાર જોઈ શકે છે – સંગોડે

807

ઈન્ડસ્ટ્રીઝ કમીશનરેટ- ગાંધીનગર, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર – ભાવનગર, અમરેલી, બોટાદ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સયુંકત ઉપક્રમે ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ અંતર્ગત સેમિનારનું આયોજન તા. ર૮-પ-ર૦૧૮ના રોજ કરવામાં આવેલ. કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લા ઉઝદ્યોગ કૈન્દ્રના જનરલ મેનેજર બી.પી. સગોડે શાબ્દીક સ્વાગતની સાથે સાથે આ કાર્યક્રમનો હેતુ જણાવેલ કે ઓનલાઈન સિસ્ટમના કારણે અરજદાર પોતાની અરજીનું સ્ટેટસ જોઈ શકે છે. એક જ પોર્ટલ ઉપરથી અરજી થતી હોવાથી અરજદારોનો કિંમતી સમય બચે છે.  પ્રાસંગિક પ્રવચન સોરાષ્ટ્ર ચેમબર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ સુનીલભાઈ વડોદરીયાએ ચેમ્બર સાથે યોજવામાં આવેલ કાર્યક્રમને આવકારેલ અને ઉદ્યોગકારોના નાણાકીય પ્રશ્નો પણ હલ થવા જોઈએ તેમ જણાવેલ. સયુકત ઉદ્યોગ કમિશ્નર આર.આઈ.ચાવડાએ જણાવેલ કે ઈઝ ઓફ ડુઈગ બિઝનેસના કારણે ધીરે-ધીરે ઈન્સ્પેકટર રાજ નાબુદ થશે અને લોકો પોતાના સ્થળેબ ેસી અને ઓનલાઈન કામગીરી કરી શકશે. આ પોર્ટલનો હેતુ જે જુદી-જુદી એજન્સીઓ કામ કરે છે તેનું કો-ઓર્ડીનેશન કરી અરજદારોનું કાર્ય ઝડપથી થાય તે છે. સરકાર પણ આ બાબતમાં ખુબ જ સજાગ છે. અને પેન્ડીંગ અરજીઓની રોજે રોજની વિગતો મંગાવે છે. આ યોજનામાં અમલીકરણ માટે જીલ્લાવાર નોડલ ઓફિસરોની નિમણુંક કરવામાં આવેલ છે. આ પોર્ટલમાં એક વાર પેપર સબમીટ થયા પછી તે પોર્ટલમાં સેવ થઈ જાય છે.ત ેથી, ફરીવાર સબમીટ કરવા પડતા નથી. ઉદ્યોગ વિભાગની જુદી-જુદી ચાલીસ સ્કીમો છે જે તમામ ઓનલાઈન છે. સરકારની જુદી જુદી સ્કીમોના કારણે ખુબ જ ઝડપથી ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ થયેલ છે.  આ પ્રસંગે ઈન્વેસ્ટર ફેસેસીટેશન પોર્ટલ અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંગે લાઈવ ડેમોસ્ટ્રેશન દ્વારા સમજુતી આપવામાં આવેલ. આ સેમિનારમાં ઉપસ્થિત ઉદ્યોગકારોને મુંજવતા પ્રશ્નો રજુ કરેલ જેનો વકતાઓએ વિગતવાર જવાબ આપેલ. આ પ્રસંગે ચેમ્બરના ઉપપ્રમુખ દિલીપભાઈ કામાણી, વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ, વિવિધ એસોસીએશનના પ્રતિનીધિઓ તથા  ઉદ્યોગકારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેમ્બરના એકઝીકયુટીવ સેક્રેટરી દિલીપભાઈ વડોદરીયાએ તથા આભારવિધી બી.પી.સગોડે કરેલ.

Previous articleફાયર સેફ્ટી સંદર્ભે શાળા, ટ્યુશન સંચાલકો સાથે તંત્રની મળેલી બેઠક
Next articleમ્યુ. કચેરીએ મહિલાઓનો પાણી પ્રશ્ને દેકારો