મ્યુ. કચેરીએ મહિલાઓનો પાણી પ્રશ્ને દેકારો

566

શહેરનાં કુંભારવાડા વિસ્તારમાં ચાલી રહેલા રોડનાં કામ દરમ્યાન કરાઇ રહેલા આડેધડ ખોદકામથી પાણીની લાઇનો તૂટી ગઇ હોય જેના કારણે છેલ્લા આંઠ દિવસથી રહિશોને પાણી મળ્યું ન હોય મહિલાઓમાં ભારે રોષ ફેલાયો છે. આજે કુંભારવાડામાં સુત્રોચ્ચાર સાથે ચક્કાજામ કરાયા બાદ મહિલાઓ પાણી આપોના નારા સાથે મહાપાલિકા કચેરીએ દોડી આવેલ અને પાણી માટે રજુઆત કરી હતી.