વિજેતાને કુલ ૪૦૦૦૦૦૦ ડોલરની જંગી રકમ અપાશે

576

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે વર્લ્ડ કપન ક્રિકેટની આવતીકાલથી શરૂઆત થઇ રહી છે. જેને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ક્રિકેટ ચાહકોમાં ભારે ક્રેઝ જોવા મળે છે. આ વખતે વર્લ્ડ કપમાં વિજેતા થનાર ટીમને ૪૦૦૦૦૦૦ અમેરિકી ડોલરની રકમ મળનાર છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આ મુજબની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૫માં જે રકમ રાખવામાં આવી હતી તે રકમમાં કોઇ વધારો આ વખતે કરવામા ંઆવ્યો હતો. જ્યારે આ રકમ વર્ષ ૨૦૧૧ના વર્લ્ડ કપ કરતા ખુબ વધારે છે. જો કે વર્ષ ૨૦૧૫ના છેલ્લા વર્લ્ડ કપની ઇનામી રકમમાં કોઇ વધારો કરવામાં ન આવતા ક્રિકેટ ચાહકોની સાથે સાથે પૂર્વ ખેલાડીઓમાં પણ આની ચર્ચા જોવા મળી રહી છે.

આ વખતે વર્લ્ડ કપમાં રનર્સ અપ રહેનાર ટીમને ૨૦૦૦૦૦૦ અમેરિકી ડોલરની રકમ આપવામા ંઆવનાર છે. કુલ ઇનામી રકમની વાત કરવામા ંઆવે તો આ આંકડો ૧૦૦૦૦૦૦૦ ડોલરનો રાખવામાં આવ્યો છે. ક્રિકેટ વર્લ્ડ કપમા ઇનામી રકમનો પણ વરસાદ થનાર છે.

એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું.

વર્લ્ડકપની પ્રથમ મેચ ઓવલમાં રમાશે જ્યારે ફાઈનલ મેચ લોડ્‌ઝમાં રમાશે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડકપનું ાયોજન કરવામાં આવી રહ્યું છે. ૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું.

Previous articleબાગી-૩માં કૃતિ ટાઇગરની સાથે નજરે પડી શકે
Next articleતમામ વિવાદ છતાં સેક્સી કેટી પેરી સૌથી લોકપ્રિય છે