ઝાડા નિયંત્રણ પખવાડીયાની ઉજવણી

531

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડો.પારૂલબેન જમોડ દ્વારા કીશોરી મીટીંગ કરી માસીક તેમજ આરોગ્ય ને લગતા પ્રશ્નોની માહિતી આપવામાં આવી હતી.તેમજ ગામોમાં ઝાડા નિયંત્રણ પખવાડીયુ અંતર્ગત ફિલ્ડ સ્ટાફ દ્વાર ઘરે-ઘરે જઈને ઓ.આર.એસ.તેમજ દરેક ગામોમાં કીશોરી મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં મોટી સંખ્યામાં કીશોરીઓએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો.પારૂલબેન જમોડ તથા સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.                 તસ્વીર : વિપુલ લુહાર

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleશિશુવિહારમાં તાલીમ કાર્યક્રમ સંપન્ન