કંડલાથી તેલ ભરી ભાવનગર જતુ તેલનું ટેન્કર ચરખા નજીક પુલ ઉપરથી ખાબક્યું

829

બાબરા ના ચરખા નજીક કંડલા થી આવી રહેલું ટેન્કર અકસ્માતે પુલ નીચે પલ્ટી મારી જતા લાખો ની નુકશાની સાથો સાથ અનેક લોકો હાથલાગ્યું વાસણ માં તેલ ની મોટી માત્ર ની ઉઠાંતરી કરી જવા સહિત નો બનાવ બન્યો હતો જો કે બનાવ બાદ ઓઈલમિલ માલિક ના સગાવ્હાલા આવી જતા તેલ ની ઉઠાંતરી કરી રહેલા લોકો ને રોકવા માં આવ્યા હતા

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર આજે વહેલી સવારે બાબરા ચરખા વચ્ચે ના રાજકોટ રોડ ઉપર  કંડલા તરફ થી તેલ ભરી આવી રહેલું  ટેન્કર અન્ય વાહન ની ઓવરટેક કરતી વખતે ચાલક કે કાબુ ગુમાવતા ટેન્કર રોડ નીચે પલ્ટી મારતા ટેન્કર ના ત્રણે ખાના ના ઢાકણ ખુલા પડી જવાથી રોડ નજીક તેલ નો મોટો જથ્થો વહેવા લાગ્યો હતો બનાવ અંગે વાત વાયુ વેગે ફ્રરી વળતા અનેક લોકો હાથ લાગ્યું વાસણ માં તેલ ભરી જવા લાગ્યા હતા

સ્થાનિકો ના જણાવ્યા મુજબ આ તેલ ભરેલું ટેન્કર ભાવનગર ખાતે આવેલ ઓઇલ મિલમાં જતું હતું ત્યારે બાબરા નજીક બનાવ બન્યો હતો  અકસ્માત માં વાહન ચાલક ને નાના મોટી ઇજા થવા પામી હતી અને બનાવ બાદ ઓઈલ મિલ માલિકે બચેલું તેલ ટીન ડબા માં મજૂરો પાસે ભરાવી ભાવનગર તરફ અન્ય વાહનમાં  રવાના કર્યું હતું બનાવ અંગે બાબરા પોલીસ માં કોઈ નુકસાન કે અકસ્માત અને નોધ થવા પામી નથી.

Previous articleશિશુવિહારમાં તાલીમ કાર્યક્રમ સંપન્ન
Next articleસાવરકુંડલા માનવ મંદિરની ૮૦ મનોરોગી બહેનોને એક દિવસનો પ્રવાસ કરાવાયો