ભાવનગરના સબ ઈન્સ્૫ેક્ટરને કાલે રાષ્ટ્રપતિના હસ્તે મેડલ અપાશે

1039
bvn2512018-2.jpg

ર૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે નવીદિલ્હી ખાતે દેશના પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રીય પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. જેમાં પ્રસંશનિય સેવા બદલ દેશના ૬૧૩ અને ગુજરાતના ૯ પોલીસ કર્મચારીમાંથી ભાવનગર પોલીસમાં વાયરલેસ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રામદેવસિંહની પસંદગી કરવામાં આવી છે.
રામદેવસિંહ જે. રાણાની ર૬ વર્ષની નોકરીમાં તેઓ વડોદરા એસઆરપી, ભાવનગર એસ.પી. ઓફિસ, એન્ટી કરપ્શન બ્યુરો-બરોડા, બરોડા રૂરલ, સીઆઈડીઆઈબીમાં ફરજ બજાવી ચુક્યા છે. હાલ ભાવનગર વાયરલેસ સબ ઈન્સ્પેક્ટર તરીકે રામદેવસિંહ ફરજ બજાવે છે. ર૬ જાન્યુઆરીના રોજ નવીદિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે ભાવનગરના પોલીસ કર્મી પોલીસ મેડલથી સન્માનિત થશે. જે ભાવનગર માટે ગૌરવની વાત છે. રામદેવસિંહની પોલીસ મેડલ માટે પસંદગી થતા પોલીસ તંત્ર દ્વારા અભિનંદનની વર્ષા થવા લાગી છે.