સાડા પાંચ લાખના ઇગ્લીંશ દારૂના જથ્થા સાથે ૧ શખ્સને ઝડપી લેતી બોટાદ એલસીબી

1016

બોટાદ એલસીબી પીઆઇ એચ.આર.ગોસ્વામી તથા સ્ટાફના ડી.એમ.ત્રિવેદી, ભગવાનભાઇ ખાંભલા, લક્ષ્મણદેવસિંહ ચુડાસમા, જીજ્ઞેશભાઇ દંગી, રામદેવસિંહ દેવુભા મોરી, વનરાજભાઇ વિશુભાઇ બોરીચા, બળદેવસિંહ લીંબોલા, તરૂણબાઇ ખોડીયા, જયપાલસિંહ સહિતે મળેલ સંયુક્ત બાતમીના આધારે મહાવીરભાઇ નકુભાઇ ખાચર રહે.તરધરાવાળાને બોટાદ એમ.ડી.સ્કુલ પાસે એપીસોડ ક્લાસીક વ્હીસ્કી બ્લેન્ડેડ વીથ ઇમ્પોર્ટેડ સ્કોચ વ્હીસ્કીની ૭૫૦ એમએલની બોટલ નંગ ૧૮૨૪ કિ.રૂા.૪૭,૨૦૦ તથા એક ટાટા ૪૦૭ ટર્બો કિ.રૂા.૮,૫૧,૭૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. તથા ટાટા ૪૦૭ના ડ્રાઇવર જગાભાઇ ગોર તથા પાછળ બેઠેલા રામજીભાઇ કોળી પટેલ રહે. બંને ગાંભડીવાળા અંધારાનો લાભ લઇ નાસી ગયેલ તથા પકડાયેલ આરોપી મહાવીરભાઇ નકુભાઇ ખાચરને દારૂ બાબતે પૂછપરછ કરતા સદરહુ વિદેશી દારૂ વનરાજભાઇ અમરાભાઇ ખાચર રહે.હરણીયા વાળા એ પોતાના ટાટા ૪૦૭માં મંગાવેલ હોય અને બોટાદના અકજલભાઇ હુસેનભાઇ ખલ્યાણી તથા મોહસીન અયુબભાઇ માંકડ તથા ચેતનભાઇ હસમુખભાઇ પ્રજાપતિ તથા કુલદીપભાઇ શિવરાજભાઇ ખાચરને આપવા સારૂં મંગાવેલ હોવાની હકીકત જણાવતા આ તમામ આરોપીઓ વિરૂદ્ધ બોટાદ પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરવામાં આવેલ અને આ ગુન્હાની તપાસ બોટાદ એલસીબી ચલાવી રહેલ છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleવલ્ભીપુર શાકમાર્કેટમાં આવેલ આંગણવાડીનું બિલ્ડીંગ જર્જરીત