અમદાવાદની સેવન્થ ડે શાળામાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી

653

અમદાવાદના મણિનગર વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. સદનસીબે શાળામાં વેકેશાન હોવાથી મોટી દુર્ઘટના થતા ટળી હતી. હાટકેશ્વર-ઈશનપુર ઘોડાસર જતા માર્ગ પર ગુરુજી રેલવે ઓવરબિજના છેડે આવેલ સેવન્થ ડે સ્કુલના ધાબા પર શેડ દૂર કરતા સ્પાર્ક થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. શાળાના ધાબા પર લગાવેલ શેડ ને હટાવતા સમયે વેલ્ડીંગ વખતે સ્પાર્ક થતા ભડકો થયો હતો અને આગ લાગી હતી. ફાયર સેફટીના સાધનોથી ધાબા પરની આગ ને ત્વરિત કાબૂમાં લેવાઈ હતી તેમજ ફાયર વિભાગને જાણ કરી તેની પણ મદદ લેવાઈ હતી.

જોકે સવારે સાત કલાક પહેલા લાગેલ આગ સમયે શાળા સંકુલમાં વિદ્યાર્થીઓની હાજરી ના હોવા થી મોટી રાહત થઈ હતી. ફાયરની મદદથી આગ પર ટૂંક સમયમાં કાબૂ મેળવી લેવાયો હતો. તાજેતરમા સુરતના સરથાણામાં તક્ષશિલા બિલ્ડિંગમાં ક્લાસિસમાં આગ લાગવાથી ૨૦થી વધુ છાત્રોના કરૂણ મોત થયા હતા. આ ઘટના બાદ રાજ્યમાં નગરપાલિકા અને કોર્પોરેશને તમામ ગેરકાયદે બિલ્ડિંગો અને શેડ નાંખીને શરૂ કરેલી હાટડીઓ પર ઘોંસ બોલાવાનું શરૂ કર્યું છે.

Previous articleRTOમાં નામ ટ્રાન્સફર માટે નો ડ્‌યુ સર્ટીની જરૂર નહીં પડે
Next articleગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ તાપમાનનો પારો ૪૪ ડિગ્રીએ, ગરમ પવનો સાથે લૂનું આક્રમણ યથાવત્‌