ભાવ.ખોજા ઇશ્ના અશરીજમાત દ્વારા યવમે કુદ્દસ દિવસ મનાવાયો

699

મુસ્લિમ સમાજનાં પવિત્ર રમઝાન માસનાં આખરી જુમ્માનાં દિવસને સમગ્ર વિશ્વમાં આંતર રાષ્ટ્રીય કુદ્દસ દિવસ તરીકે મનાવવામાં આવે છે જેનાં ભાગરૂપે આજે ભાવનગર ખોજા શીયા ઇશ્ના અસરી જમાત દ્વારા આંબાચોક ખાતે યવમે કુદ્દસ દિવસ મનાવાયો હતો.

યવ્મુલ કુદ્દસ એટલે બય્તુલ મુકદ્દસનો દિવસ મુસલમાનોનો કિબ્લો બચ્તુલ મુદદ્દસ જે યેરુસ્સલમ ઇઝરાઇલમાં છે. જેના પર ઇઝરાઇલ બનવા પછી ઇઝરાઇલનો ગૈર કાનૂની કબ્જો છે. સમગ્ર વિશ્વમાં આ દિવસે બય્તુલ મુકદ્દસની આઝાદી માટે, વૈસ્વિક  આતંકવાદના વિરોધમાં અને ફિલીસ્તીનીઓનાં મઝલુમોના સમર્થન અને તેમના વતન વાપસી માટે રેલીઓ કાઢવામાં આવે છે. જુદી જુદી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે. અને મસ્જીદોમાં દુઆ માંગવામાં આવે છે.

ભાવનગરમાં આંબાચોક ખોજાવાડ ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ખોજા સમાજનાં આગેવાનો, યુવાનો, મોટી સંખ્યામાં જોડાયા હતા.

Previous articleસેન મહારાજની જયંતિ નિમિત્તે શોભાયાત્રા
Next articleકારોબારી બેઠકમાં પ્રજાકિય પ્રશ્નો અંગે સભ્યોએ કરેલી તડફડની રજૂઆતો