વર્લ્ડ કપ : પાકિસ્તાન-ઇંગ્લેન્ડની વચ્ચે આજે જંગ

498

વર્લ્ડકપ ૨૦૧૯માં રોમાંચક મેચોનો સિલસિલો જારી રહ્યો છે. આવતીકાલે સોમવારના દિવસે નોટિંગ્હામમાં યજમાન ઇંગ્લેન્ડની ટીમ પાકિસ્તાન સાથે ટકરાશે. પોતાની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકા ઉપર શાનદાર જીત મેળવીને જોરદાર અભિયાનની શરૂઆત કરી હતી. બીજી બાજુ પોતાની પ્રથમ મેચમાં વેસ્ટઇન્ડિઝ સામે પરાજિત થયા બાદ પાકિસ્તાનની ટીમ વાપસી કરવાના પ્રયાસ કરશે. જો કે, પાકિસ્તાન સામે આ બાબત ખુબ જ મુશ્કેલરુપ દેખાઈ રહી છે. કારણ કે, ઇંગ્લેન્ડની ટીમ વર્તમાન વર્લ્ડકપમાં સૌથી ફેવરિટ ટીમ તરીકે મેદાનમાં ઉતરી છે. પ્રથમ મેચમાં જ આ બાબતની સાબિતી ઇંગ્લેન્ડે આપી દીધી છે. બેટિંગ અને બોલિંગ બંનેમાં ઇંગ્લેન્ડની ટીમ વધારે ફેવરિટ અને સંતુલિત દેખાઈ રહી છે. નોટિંગ્હામમાં રમાનારી આ મેચને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. બપોરે ૩ વાગ્યાથી આ મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. ઓવલમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પોતાની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડ તરફથી રોય, રુટ, બેન સ્ટોક, બટલર સહિતના બેટ્‌સમેનોએ જોરદાર બેટિંગ કરીને ફોર્મનો પરિચય આપ્યો હતો. બીજી બાજુ તેના બોલરો પણ અસરકારક દેખાયા હતા. આવતીકાલે ઇંગ્લેન્ડની ટીમ પોતાના જીતના સિલસિલાને જારી રાખવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. પાકિસ્તાની ટીમ છેલ્લી ૧૧ વનડે મેચો હારી ચુકી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટીમમાં કોઇ સંતુલિત ખેલાડીઓ જોવા મળ્યા નથી. બીજી બાજુ ઇંગ્લેન્ડની ટીમ સૌથી મજબૂત ટીમ દેખાઈ રહી છે. સરફરાઝ અહેમદના નેતૃત્વમાં પાકિસ્તાનની ટીમ તેની પ્રથમ મેચમાં હારીગયા બાદ ટીમ ઉપર જીતવા માટચેનું દબાણ વધી રહ્યું છે. પ્રથમ મેચમાં બાબર આઝમ, ફખર જમાન સહિતના બેટસમેનોનો ફ્લોપ શો રહ્યો હતો જેથી ટીમ એકદમ સસ્તામાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આવતીકાલે ટીમ વધારે સારા દેખાવ સાથે મેદાનમાં ઉતરશે. નોટિંગ્હામમાં રમાનારી મેચને લઇને તૈયારી કરી લેવાઈ છે.

પાકિસ્તાન : સરફરાઝ અહેમદ, આસીફ અલી, બાબર આઝમ, ફખર ઝમાન, હેરિસ સોહેલ, હસન અલી, ઇમામ વસીમ, ઇમામ ઉલ હક, મોહમ્મદ આમીર, મોહમ્મદ હાફિઝ, મોહમ્મદ હુસૈન, સાદાબ ખાન, શાહીન આફ્રિદી, શોએબ મલિક, વહાબ રિયાઝ

ઇંગ્લેન્ડ : મોર્ગન (કેપ્ટન), જોસ બટલર, મોઇન અલી, આર્ચર, બેરશો, લિયામ ડોસન, પ્લેન્કેટ, આદિલ રશીદ, રુટ, રોય, બેન સ્ટોક, વિન્સ, વોક્સ અને માર્ક વુડ

Previous articleજોફરા આર્ચર સારા બેટ્‌સમેનોને ભૂલ કરવાની ફરજ પાડે છે : મોઇન અલી
Next articleભારતે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવી જોઇએ : ગાવસ્કર