પોલીસના મારથી ઘાયલ થયેલ યુવકનું મોતઃ તમામ ૮ પોલીસકર્મી વૉન્ટેડ જાહેર

626

સુરતમાં ગઇકાલે ખટોદરા પોલીસ મથકનાં પીઆઇ, સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ સહિત આઠ વિરુદ્ધ શકમંદ ૩ આરોપીઓને ગોંધી રાખીને માર મારવાનો ગુનો નોંધાતા હતો.

આ તમામ આરોપી પોલીસ કર્મીઓ પોલીસ કાર્યવાહી દરમિયાન ખટોદરા પોલીસ મથકના પોલીસ જવાનો સાથે જ ઝપાઝપી કરી ફરાર થઈ ગયા હતા.

જે બાદ હજી તેમનો કોઇ પત્તો નથી મળી રહ્યો. જે ત્રણ યુવાનોને ગોંધી રાખી માર મરાયો હતો તે પૈકી ૨૫ વર્ષનાં ઓમપ્રકાશ પાંડેનું ઉધના-મગદલ્લા રોડની ખાનગી હોસ્પિટલમાં મોડી રાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ પાંડેસરા વિનાયક નગરમાં રહેતા ઓમપ્રકાશ પાંડેની ખટોદરા પોલીસ મથકમાં તબિયત લથડતાં પ્રથમ નવી સિવિલ બાદ ઉધના-મગદલ્લા રોડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેને ચોરીના ગુનામાં લવાયો હતો.

ખટોદરા પોલીસ મથકનાં પોલીસ કર્મીઓએ ઓમપ્રકાશ બિસમ્બર પાંડે ( રહે. વિનાયક નગર, સરકારી ખુલ્લા પ્લોટમાં, કૈલાસ નગર ચોકડી પાસે, પાંડેસરા, સુરત. મૂળ રહે. ઉત્તર પ્રદેશ ), તેના ભાઇ રામગોપાલ અને જયપ્રકાશને ૩ દિવસથી ગેરકાયદેસર રીતે ગોંધી રાખી ચોરીનો ગુનો માટેની માર મારીને પૂછપરછ કરી રહ્યાં હતાં તે દરમિયાન ઓમપ્રકાશને ગંભીર ઇજા થતા બ્રેઇન હેમરેજ થયું હતું.

પી.આઇ., પીએસઆઇ સહિત ૮ પોલીસ જવાનોને પકડવા કંટ્રોલરૂમમાંથી મેસેજ મોકલીને પોલીસ મથકોને તાકીદ કરાઇ હતી.

Previous articleસિવિલ હૉસ્પિટલમાં તમાકુ ખાનારાને દંડ થશે
Next articleરાજ્યભરમાં ગરમીનો આતંક : તાપમાન ૪૫ ડિગ્રીએ પહોંચતા લોકો પરેશાન બન્યા