રાણપુરની ભાદર નદીનો ચેકડેમ દોઢ વર્ષથી તુટેલો હજુ રીપેર થયો નથી

806

બોટાદ જિલ્લાના રાણપુરના લોકોને અને ખેડુતોના ઉપયોગ માટે રાણપુરના ગઢીયા ના માર્ગ પાસેથી પસાર થતી ભાદર નદીમાં થોડા વર્ષ પહેલા પાણીના સંગ્રહ માટે ચેક ડેમનું નિર્માણ કરવામાં આવ્યુ હતું.પરંતુ વર્ષ ૨૦૧૭ માં ચોમાસા દરમ્યાન થયેલી અતિવૃષ્ટીને કારણે આવેલા પુર માં આ ચેક ડેમ તુટી ગયો હતો.ત્યારે ચોમાસુ પુર્ણ થયા બાદ રાણપુરના સરપંચ દ્વારા ચેક ડેમ રીપેરીંગ માટે સિંચાઈ વિભાગ,કલેક્ટર કચેરીથી લઈને ગાંધીનગર સુધી અરજી કરવામાં આવી હતી.અરજીને ધ્યાનમાં રાખીને ચેક ડેમનું રીપેરીંગ કામ ૮ લાખના ખર્ચે મંજુર કરવામાં આવ્યુ હતું.પરંતુ રીપેરીંગ કામની મંજુરી મળ્યાને દોઢ વર્ષ કરતા વધારે સમય પસાર થઈ ગયો હોવા છતા હજુ સુધી ચેક ડેમ રીપેરીંગ ની કામગીરી કરવામાં આવી નથી.છેલ્લા કેટલાક મહીના થી રાણપુર શહેરમાં પીવાના પાણીની ગંભીર પરીસ્થીતી છે.દસ થી બાર દિવસે માંડ માંડ પાણી મળે છે.  જો આ ચૈક ડેમ તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે તો આગામી ચોમાસા દરમ્યાન પાણી નો સંગ્રહ થઈ શકે તેમ છે જેના કારણે બે મહિના સુધી ગ્રામ પંચાયતના કુવામાં પાણી ટકી શકે અને આજુબાજુ ખેડુતો ને પણ સિંચાઈ માં સીધો લાભ થઈ શકે છે.આ બાબતે અવાર નવાર કચેરીના ધક્કા ખાવા છતા આજ દિન સુધી કોઈ નિરાકરણ નહી આવતા રાણપુર શહેરના ૨૫૦૦૦ જેટલા લોકોને તંત્ર સમક્ષ રોષની લાગણી ફેલાઈ ગઈ છે.ચોમાસા પહેલા એક ડેમ રીપેરીંગ કરવામાં આવે તેવી રાણપુર શહેરના લોકો અને ખેડુતો ની માંગ છે.

ચેકડેમ રીપેર થાય તો ગામના કુવાના તળ ઉંચા આવે – સરપંચ

રાણપુર શહેર સંપુર્ણ ખેતી ઉપર નભી રહ્યુ છે.ભાદર નદી નો ચેક ડેમ તાત્કાલિક ચોમાસા પહેલા રીપેર કરવામાં આવે તો આજુબાજુના ખેડુતોના કુવાના તળ ઉંચા આવી જાય અને સિંચાઈનો પરોક્ષ લાભ મળી શકે.જેથી ધરતીપુત્રોની આર્થિક ઉન્નતી થાય તેમ છે.અને પાણી સંગ્રહ બે મહીના સુધી થઈ શકે જેના કારણે ગ્રામ પંચાયતના કુવામાં પણ પાણી ટકી શકે જેના લીધે ઉનાળા માં પાણીની સમસ્યા હલ થઈ શકે છે.પચ્ચીસ હજાર ની વસ્તીને પુરતા પ્રમાણમાં પાણી આપી શકાય.૮ લાખના ખર્ચે રીપેરીંગ કરવાની મંજુરી મળી છે પણ હજુ સુધી કામ ચાલુ થયુ નથી.

Previous articleદામનગર જીવદયા પરિવાર ટ્રસ્ટના નંદીશાળાના વિવિધ ભવનોનું લોકાપર્ણ.
Next articleબુધેલમાં ફ્રી નિદાન કેમ્પમાં માનવસેવાની આહલેક જગાવતાં આરોગ્ય મંત્રી કાનાણી