અફઘાન-શ્રીલંકા વચ્ચે મેચ રોમાંચક બને તેવા એંધાણ

474

વર્લ્ડ કપની રોમાંચક શરૂઆત થઇ ગઇ છે. એક પછી એક મેચનો સિલસિલો જારી છે. હવે આવતીકાલે આ જ ક્રમમાં અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે કાર્ડિફમાં જંગ ખેલાનાર છે. આ મેચનુ પ્રસારણ બપોરે ત્રણ વાગેથી કરવામાં આવનાર છે. ન્યુઝીલેન્ડ સામે પોતાની પ્રથમ મેચ હારી ગયા બાદ શ્રીલંકાની ટીમ તેની પ્રતિષ્ઠા મુજબ દેખાવ કરવા માટે ઉત્સુક છે. કારણ કે અન્ય ટીમો સામેની મેચ તેની હવે ભારે રહેનાર છે. પ્રથમ મેચમાં તેના બોલરો અને બેટ્‌સમેનો ફ્લોપ સાબિત થયા હતા. શ્રીલંકાની ટીમ આ મેચમાં ફેવરીટ રહેશે પરંતુ અફઘાનિસ્તાનના રશીદ ખાન પર તમામ ચાહકોની નજર રહેશે.  ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમશે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમશે ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે. આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પણ પ્રથમ વખત રમી રહી છે. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી.  ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી  નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચ લોડ્‌ઝમાં રમાશે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડકપનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. બાગ્લાદેશની ટીમમાં પણ અનેક આક્રમક ખેલાડી રહેલા છે. રશીદ ખાન અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડી તરીકે છે. તે બેટિંગની સાથે સાથે બોલિંગમાં ખાસ મહારત ધરાવે છે. આઇપીએલમાં પણ તેનો દેખાવ ક્રિકેટ ચાહકો જોઇ ચુક્યા છે. હવે પોતાની ટીમ તરફથી જોરદાર દેખાવ કરવા માટે તે સજ્જ દેખાઇ રહ્યો છે. ચાહકોની નજર તેની બોલિંગ  પર રહેશે.

દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશની ટીમો નીચે મુજબ છે.

શ્રીલંકા : કરૂણારત્ને (કેપ્ટન), ડિસિલ્વા, પ્રદીપ, ફર્નાન્ડો, લકમલ, માલિંગા, મેથ્યુસ, કુશળ મેન્ડિસ, જીવન મેન્ડિસ, કુશળ પરેરા, થિસારા પરેરા, મિલિન્દા, સિરિવર્દના , લાહિર થિરિમાને, ઉદાના, વેન્ડરસે

અફઘાનિસ્તાન : નૈબ (કેપ્ટન), આલમ, અશરગર અફઘાન, દૌલત અહરન, હામિદ હસન,  શાહિદી, હઝરતુલ્લા, મોહમ્મદ નબી, મોહમ્મદ શહેઝાદ, મુજીર ઉર રહેમાન, નજીબુલ્લા, નુર અલી, રહમત શાહ, રશિદી ખાન, શિનવારી.

 

Previous articleકાળાતળાવની હિંગળાજ માતાના મંદિર સુધીનાં પાકા રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું
Next articleફ્રેન્ચ ઓપન : વાવરિન્કાની અંતે મેરાથોન મેચમાં જીત