ન્યુઝીલેન્ડ : પ્રથમ વાર વર્લ્ડ કપ ચેમ્પિયન બનવા સક્ષમ

493

ન્યુઝીલેન્ડની ટીમ પણ વર્લ્ડ કપમાં એક શક્તિશાળી ટીમ તરીકે મેદાનમાં ઉતરી છે. છેલ્લા વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હારી ગઇ હતી. જેથી તે વર્લ્ડ કપથી વંચિત રહી ગઇ હતી. ન્યુઝીલેન્ડની ટીમની વિશેષતા એ રહી છે કે આ ટીમ મોટી સ્પર્ધામાં હમેંશા જોરદાર દેખાવ કરે છે. જો કે કમનસીબ રીતે નિર્ણાયક તબક્કામાં તેની હાર થઇ જાય છે. આ વખતે તે સતત શાનદાર દેખાવ કરીને આગળ વધશે કે કેમ તેને લઇને ચર્ચા છે. ન્યુઝીલેન્ડે વર્લ્ડ કપમાં તેના અભિયાનની શાનદાર શરૂઆત કરી દીધી છે. પોતાની પ્રથમ મેચમાં જ ન્યુઝીલેન્ડે શ્રીલંકા પર દસ વિકેટે જીત મેળવી પોતાની તાકાતનો પરિચય આપ્યો હતો. કમનસીબ રીતે વર્લ્ડ કપ તાજથી દુર રહેલી ન્યુઝીલેન્ડની ટીમ આ વખતે કેન વિલિયમસનના નેતૃત્વમાં મેદાનમાં ઉતરી છે. કેન વિલિયમસનની કેપ્ટનશીપના કારણે ન્યુઝીલેન્ડની ટીમ ઉંચા સ્તર પર પહોંચી ગઇ છે.ટીમમાં રોસ ટેલર જેવો પ્લેયર છે. જે સતત શાનદાર દેખાવ કરી રહ્યો છે. રોસ ટેલરની સરેરાશ ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૯માં ક્રમશ ૬૦.૫૦, ૯૧.૨૯ અને ૭૪.૧૩ રનની રહી છે.

આ ઉપરાંત ટીમમાં માર્ટિન ગુપ્ટિલ જેવો ધરખમ ઓપનિંગ બેટ્‌સમેન છે. જે દુનિયાના કોઇ પણ બોલરને મેદાનની ચારેબાજુ ફટકારવાની ક્ષમતા ધરાવે છે. ટીમમાં હેનરી નિકોલસ, કોલિન મુનરો ફમ આક્રમક બેટિંગ કરવા માટે જાણીતા રહ્યા છે. વર્લ્ડ કપમાં તે ચોથા નંબરની ટીમ તરીકે મેદાનમાં ઉતરી રહી છે. તેની નબળાઇની વાત કરવામાં આવે તો તે છેલ્લી ઘડીએ હારી જાય છે. અન્ય એક નિરાશાજનક બાબત એ છે કે ઇંગ્લેન્ડની જમીન પર છેલ્લી ૧૧ મેચમાં ન્યુઝીલેન્ડની માત્ર ચાર મેચમાં જીત થઇ છે. વિલિયમસન ઘાયલ થઇ જાય તો તેની જગ્યાએ કેપ્ટનશીપ સંભાળી શકે તેવા કોઇ પ્લેયર ટીમમાં નથી. ટીમમાં ઓલરાઉન્ડર તરીકે ગ્રાન્ડહોમને સામેલ કરાયો છે પરંતુ તે સતત સારો દેખાવ કરવામાં સફળ નથી.ન્યુઝીલેન્ડની ટીમ મુખ્ય રીતે બેટિંગના કારણે વધારે શક્તિશાળી દેખાઇ રહી છે. આ ઉપરાંત ટીમમાં બોલ્ટ અને સાઉથી જેવા સ્ટાર બોલર છે.

આ બંને બોલર મોટી મેચમાં શાનદાર દેખાવ કરતા રહ્યા છે. આ વખતે વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ તરફથી તમામની નજર ગુપ્ટિલ અને વિલિયમસન પણ કેન્દ્રિત રહેશે. પોતાની પ્રથમ મેચમાં શ્રીલંકાને કચડી નાંખ્યા બાદ તેની હવે અન્ય ટીમો સામે કસૌટી થનાર છે. ન્યુઝીલેન્ડની ટીમને વર્ષોથી એક શક્તિશાળી ટીમ તરીકે ગણવામાં આવે છે. વિતેલા વર્ષોમાં ટીમમાં અનેક ધરખમ ખેલાડી હતા. જેમાં મહાન બોલર સર રિચર્ડ હેડલી, બેટ્‌સંંંમેનોંમાં બ્રુસ એડગર, જોન રાઇટ, માર્ટિન ક્રો, જેફ ક્રોવનો સમાવેશ થાય છે.

વિલિયમનસનને પણ વર્તંમાન સમયમાં સૌથી ધરખમ ખેલાડી તરીકે ગણવામાં આવે છે. ન્યુઝીલેન્ડ ટીમે તમામ ટીમો સામે જોરદાર દેખાવ કર્યો છે પરંતુ કમનસીબ રીતે તેને વર્લ્ડ કપ તાજ જીતવામાં સફળતા હાંસલ થઇ નથી. ન્યુઝીલેન્ડના ઓપનિંગ બેટ્‌સમેન ગુપ્ટિલના નામ પર વર્લ્ડ કપમાં સૌથી લાંબી ઇનિગ્સનો રેકોર્ડ છે. ગુપ્ટિલે ગયા વર્લ્ડ કપમાં વિન્ડીઝની સામે સેમીફાઇનલ મેચમાં અણનમ ૨૩૭ રન બનાવ્યા હતા. તે વર્લ્ડ કપ પહેલા ૧૬૯ વનડે મેચમાં ૬૪૪૦ રન કરી ચુક્યો છે. જેમાં ૧૬ સદી અને ૩૪ અડધી સદી સામેલ છે.

Previous articleફ્રેન્ચ ઓપનમાં રાફેલ નડાલ અને રોજર ફેડરર વચ્ચે મેચ
Next articleભારતના પ્રિમિયરમાં પોતાના લુક પર સ્ટાર મૌની રોય ટ્રોલ