રોહિતે રચ્યો ઈતિહાસ, તોડ્‌યો સચિન તેંડુલકરનો રેકોર્ડ

525

લંડનઃ આઈસીસી વિશ્વ કપ-૨૦૧૯ની ૧૪મી મેચમાં ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્‌સમેન રોહિત શર્માએ કાંગારૂ ટીમ વિરુદ્ધ એક કમાલનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોહિત પહેલા આ ટીમ વિરુદ્ધ વનડેમાં આ કમાલનો રેકોર્ડ ભારતીય ટીમના પૂર્વ બેટ્‌સમેન સચિન તેંડુલકરના નામે હતો. રોહિતે હવે સચિનને પાછળ છોડી દીછો છે અને આ મામલામાં ટોપ પર આવી ગયો છે.

કાંગારૂ ટીમ વિરુદ્ધ પ્રથમ ઈનિંગમાં ૨૦ રન બનાવવાની સાથે રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં એક નવો ઈતિહાસ રચી દીધો. વિશ્વની મજબૂત ટીમોમાંથી એક ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રોહિતે વનડેમાં પોતાના ૨૦૦૦ રન પૂરા કરી લીધા છે. હવે તે વિશ્વનો પ્રથમ બેટ્‌સમેન બની ગયો છે જેણે કાંગારૂ ટીમ વિરુદ્ધ વનડેમાં સૌથી ઝડપી ૨૦૦૦ રન બનાવ્યા છે. રોહિતે આ સિદ્ધિ ૩૭ ઈનિંગમાં મેળવી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડેમાં સૌથી ઝડપી ૨ હજાર રન બનાવવાનો રેકોર્ડ સચિનના નામે હતો. તેણે ૪૦ ઈનિંગમાં ૨ હજાર રન પૂરા કર્યાં હતા. સચિને વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ બેટ્‌સમેન વિવિયન રિચડ્‌ર્સને પાછળ છોડતા આ રેકોર્ડ બનાવ્યો હતો.

Previous articleવર્લ્ડ કપમાં પાકિસ્તાન ડાર્ક હોર્સ પણ અપસેટ સર્જી શકે
Next articleમને ફાર્મ લાઇફ ગમે છે માટે સ્ટારડમ પણ છોડી શકુ છુંઃ પ્રિયંકા ચોપડા