બરવાળા ખાતે બીયરના ટીન સાથે બે ઝડપાયા એક ફરાર

538

બરવાળા ખાતે રાણપુર રોડ ઉપર ૧૯ નંગ બીયરના ટીન સાથે પોલિસે બે ની અટકાયત કરી હતી જ્યારે એક નાશી છુટ્યો હતો.પોલિસે રૂ.૨૭૯૦૦/- નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બરવાળા શહેરના રાણપુર રોડ ઉપર જી.ઇ.બી.સબ સ્ટેશન પાસે ગતરાત્રીના ૧૧ઃ૩૦ વાગ્યાના અરસામાં બરવાળા પોલીસના આર.કે.પ્રજાપતિ (પો.સ.ઇ.), રાજદિપસિંહ વાઘેલા, ધવલભાઈ કેવડીયા સહિતનાને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવતા રાણપુર બાજુથી આવતી મોટર સાઈકલ નં.જી.જે.૨૩.એ.એમ.૮૫૩૬ ઉભી રખાવી તપાસ કરવામાં આવતા ભારતીય બનાવટના બીયરના ટીન નંગ- ૧૯ કી.રૂ.૧૯૦૦/- સાથે બળવંત ઉર્ફ ભુરો બુધાભાઇ દેત્રોજા, રહે.બરવાળા, રાજુ મેપાભાઇ આંબલીયા રહે.ધંધુકાને મોટર સાઈકલ સહિતના કુલ રૂ.૨૭૯૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે ભગા ભુદરભાઇ કોળી રહે. બરવાળા પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો.

Previous articleલુણકી ગામ પરિવાર દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન
Next articleગુજરાતભરમાં ૩૨ હજારથી પણ વધારે સ્કુલ આજે ખુલશે