ઇંગ્લેન્ડને હાર આપ્યા બાદ પાકની હવે આકરી કસોટી

738

આઈસીસી વર્લ્ડકપની એક મેચમાં આવતીકાલે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે જંગ ખેલાશે. આ મેચનુ પ્રસારણ આવતીકાલે બપોરે ત્રણ વાગ્યાથી કરવામાં આવનાર છે. ટાઉન્ટન ખાતે રમાનારી મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. જો કે વરસાદના કારણે પરેશાની વધી રહી છે. હાલની મેચોમાં વરસાદ વિલન બનતા હાલત કફોડી બની ગઇ છે. જો વરસાદ વિલન નહી બને તો આ મેચ રોમાંચક બની શકે છે. પાકિસ્તાનની પ્રથમ મેચમાં વિન્ડીઝ સામે હાર થઇ હતી. જો કે ત્યારબાદ તેની વાપસી થઇ હતી. વર્લ્ડ કપ માટે જેને સૌથી પ્રબળ દાવેદાર ગણવામાં આવે છે તે ઇંગ્લેન્ડની સામે તેની જીત થઇ હતી. હવે આવતીકાલે તેની ઓસ્ટ્રેલિયા સામે કસૌટી થશે. ઓસ્ટ્રેલિયાની ભારત સામે છેલ્લી મેચમાં હાર   થઇ હતી. બંને ટીમો જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.તે પહેલા ૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમશે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમશે ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે. આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પણ પ્રથમ વખત રમી રહી છે. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી.  ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી  નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝના સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચ લોડ્‌ઝમાં રમાશે.બંને ટીમો લડાયક મુડમાં દેખાઇ રહી છે.

ઓસ્ટ્રેલિા : આરોન ફિન્ચ (કેપ્ટન), બેરેનડોર્ફ, એલેક્સ કેર, નાતન કાઉલ્ટર, પેટ કમિન્સ, ઉસ્માન ખ્વાજા, નાથન લાયન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્ક સ્ટોનોઇસ, ડેવિડ વોર્નર, એડમ જમ્પા.

પાકિસ્તાન : સરફરાઝ અહેમદ, આસીફ અલી, બાબર આઝમ, ફખર ઝમાન, હેરિસ સોહેલ, હસન અલી, ઇમામ વસીમ, ઇમામ ઉલ હક, મોહમ્મદ આમીર, મોહમ્મદ હાફિઝ, મોહમ્મદ હુસૈન, સાદાબ ખાન, શાહીન આફ્રિદી, શોએબ મલિક, વહાબ રિયાઝ

Previous articleટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો, ત્રણ સપ્તાહ માટે શિખર ધવન ‘આઉટ’
Next articleવર્લ્ડકપની એડમાં પાકિસ્તાને જાંબાઝ પાયલોટ અભિનંદનની મજાક ઉડાવી