વરતેજ સેવા સહકારી મંડળીનાં હોદ્દેદારો નિમાયા

301

અત્રે સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા દશરથસિંહ ગોહિલ વિરાજતા પ્રમુખસ્થાને મળેલ તેમાં મોટી સંખ્યામાં ખેડૂત-ખાતેદારો હાજર રહી આગામી પાંચ વર્ષની કારોબારીની રચના સર્વાનુમતે કરવામાં આવેલ. આ મંડળીના ઉપપ્રમુખ પદે રામભાઇ મોરીની વરણી કરવામાં આવેલ. આ પ્રસંગે ભાવ.જિ.ખેતી બેંકના ચેરમેન કે.કે.ગોહિલ, સહકારી બેંકના અધિકારી વિશેષ હાજર રહેલ. ભાવ. તાલુકાની સૌથી મોટી આ સહકારી મંડળીએ ૨,૩૦,૦૦૦ નો નફો કરતા સભાસદોને ૭ ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત મંત્રી શક્તિસિંહ ગોહિલ, વિરમદેવસિંહ ગોહિલ, ભાગવતસિંહ ગોહિલ (માજી સરપંચ ) જયેન્દ્રસિંહ જાડેજા એ રૂા.૧૮,૧૦,૦૦૦૦ ધિરાણની જાહેરાત કરેલ.