ભાવનગર મહાપાલિકા તંત્ર દ્વારા વાવાઝોડાના પગલે તકેદારીના તમામ પગલા ભરવામાં આવ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોએ આવેલ જોખમી હોર્ડીંગઝ દુર કરવા ઉપરાંત જર્જરીત મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મહાપાલિકા તંત્ર દ્વારા વોર્ડ વાઇઝ નોડલ ઓફીસર સાથેની ટીમ તૈયાર કરવામાં આવી છે. અને દરિયાઇ ખાડી વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં વિવિધ સ્થળોએ આવેલ જોખમી હોર્ડીંગઝ દુર કરવા ઉપરાંત શહેરના ભરતનગર, આદર્શનગરમાં આવેલ હાઉસીંગ બોર્ડ વસાહતના ૪૭ જેટલા જર્જરીત મકાનોમાં રહેતા લોકોને મકાન ખાલી કરીને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મહાપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે વસાહતીઓને સલામત સ્થળે ખસેડવા આદર્શનગર પહોંચી હતી. પરંતુ અગાઉ તંત્ર દ્વારા કોઇ વૈકલ્પીક વ્યવસ્થા કરવામાં આવી ન હોય વસાહતીઓએ તંત્રની કામગીરીનો વિરોધ કર્યો હતો. સ્થાનિક વસાહતીઓનો વિરોધ છતાં મહાપાલિકા તંત્ર દ્વારા વસાહતીઓને સલામત સ્થળે ખસેડવા માટે મક્કમતા દાખવવામાં આવી હતી.
















