‘વાયુ’ વાવાઝોડાની અસર : દરિયામાં ઉંચા મોજા ઉછળ્યા

700

‘વાયુ’ વાવાઝોડાની અસરનાં પગલે આજે ભાવનગર જિલ્લાનાં દરિયા કિનારા ઉપર ભારે પવન સાથે ઉંચા મોજા ઉછળ્યા હતા. વાયુ વાવાઝોડું ભાવનગરનાં મહુવા, ઘોઘા સહિત બંદરો પર અસર કરશે તેવી સંભાવનાઓનાં પગલે તંત્ર દ્વારા અગાઉથી જ સવાચેતીના પગલાં ભર્યાં હતા. અને બંદરો ઉપર પણ ભયજનક સિગ્નલો લગાવાયા હતા. સદ્દનસીબે ‘વાયુ’ વાવાઝોડાની દિશા બદલાતા સૌરાષ્ટ્ર – ગુજરાત પરથી હાલ પૂરતું સંકટ ટળ્યું છે. પરંતુ તેની અસરના પગલે આજે ઘોઘા, અલંગ, મહુવા, કતપર, હાથબ સહિતના દરિયામાં ૧૦ થી ૨૦ ફુટ ઉંચા મોજા ઉછળ્યા હતા. અને દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. પરંતુ તેનાથી અગાઉથી કરાયેલા સાવચેતીના પગલાંના ભાગરૂપે કોઇ જાન માલને નુકશાની થઇ ન હતી.

Previous articleવાવાઝોડાની અસરનાં પગલે ભાવ. જિલ્લામાં અડધાથી બે ઇંચ વરસાદ
Next articleઆંખે -૨માં કામ કરવા માટે તારા સુતરિયાની ખુબ ઇચ્છા