શ્રીમાળી સોની જ્ઞાતિનું ગૌરવ વધારતી મિસરી ધોળકીયા

515

યુનેસ્કો ઓફિશ્યલ પાર્ટનર અખિલ ભારતીય સંસ્કૃતિક સંઘ દ્વારા પુખા ખાતે તાજેતરમાં ઓલ ઈન્ડીયા  મલ્ટીન્ત્રયેઅલ ડ્રામા, ડાન્સ, મ્યુઝીક ફેસ્ટ કોન્ટેસ્ટ યોજાઈ હતી. જેમાં સમગ્ર ભારમાંથી ટોટલ બે હજાર વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર ગુજરાત રાજયભરમાંથી સાતસો બાળક કલાકાર ભાઈઓ તથા બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ભાવનગરની મિસરી જગદીશભાઈધોળકીયાએ ભાગ લઈ સોલો જુનિયર મોર્ડન સોલો ઈવેન્ટમાં ડાન્સ ક્રમાંક પ્રાપ્ત કરીને મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્ર મેળવીને ભાવેણાનું તેમજ સમસ્ત શ્રીમાળી સોની જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, સોની સમાજની મોસ્ટ શહેરની જાણીતી ડાન્સ ટ્રેઈનીંગ સંસ્થા ડી-૪ યુડીસર અને લીઝામેમના માર્ગદર્શન તળે સઘન તાલીમ મેળવી રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી અભ્યાસક્રમની સાથો સાથ ઈતર પ્રવૃત્તિઓમાં પણ પારંગતતા ધરાવતી મિસરી શ્રીમાળી સોની સોશ્યલ ગૃપના અગ્રણી જગદીશભાઈ ધોળકીયાની પુત્રી છે.

Previous articleએરપોર્ટ બાદ ST બસ સ્ટેન્ડમાં પણ ગ્રીનસીટી દ્વારા વૃક્ષારોપણ
Next articleડિજિટલ ઈન્ડિયાની વાતો વચ્ચે ઢસા ગામ ATM સુવિધા વિહોણું